Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

સુરત જિલ્લામાં 1.38 લાખ બાળકોને ઓરી રુબેલાની રસી આપવાની કામગીરી થઇ

સુરત:દેશને ઓરી અને રૃબેલ્લા વાઇસરથી મુકત કરાવવા માટે ૧૬ જુલાઇથી શરૃ થયેલા અભિયાનમાં સુરત શહેરમાં ૬૨,૩૪૩  અને જિલ્લામાં ૭૫,૮૭૨ બાળકો મળી બે દિવસમાં જ ૧.૩૮ લાખ બાળકોને આ રસી મુકીને આ અભિયાનનો આરંભ કરાયો છે. અને આ બાળકોમાંથી એક પણ બાળકને આડઅસર થયાની ફરિયાદો આવી નહોતી.

દર વર્ષે ભારતભરમાંથી અંદાજે ૪૦,૦૦૦ થી ૫૦,૦૦૦ બાળકોનું મૃત્યુ ઓરીની બિમારીને કારણે થાય છે.જેમાં મોટાભાગના બાળકો એ આ રસી મુકાવી ના હોઇ તેવા બાળકો છે.સામાન્ય રીતે સરકાર રસીકરણ પ્રોગામમાં ૯ માસે અને ૧૬ માસે ઓરીની રસી મુકવામાં આવે છે. એ રીતે જ રૃબેલ્લા એટલે કે નુરબીબીનું વાઇરસ.

જો સર્ગભા માતાને લાગી જાય તો તેને ગર્ભપાત થવાની સંભાવના અથવા તો એમનું બાળક ખોડખાંપણ અને મંદબુદ્વિ સાથે જન્મી શકે છે. આવા વિશ્વમાં અંદાજિત એક લાખ જેટલા કેસો દર વર્ષે નોંધાય છે. આખા ભારત ભરમાં ૧૬ રાજયોમાં ૮ કરોડથી વધુ બાળકોને આ રસી મુકવામાં આવી છે.

(5:16 pm IST)