Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

નડિયાદ નજીક ચકલાસીની સીમમાં બે ટ્રક સામ-સામે અથડાતા એકને ગંભીર ઇજા

નડિયાદ:તાલુકાના ચકલાસીમાં બે ટ્રેક્ટરો અથડાતા એક ઈસમને ઈજા થઈ હતી. આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી હતી. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ તાલુકાના ચકલાસી તાબે પડલીનગરમાં રહેતા ગોરધનભાઈ ધુળાભાઈ બારૈયા ગત તા.૧૬-૭-૧૮ની રાત્રે રોડની સાઈડમાં ઉભા હતા. આ દરમિયાન પૂરઝડપે આવેલ ટ્રેક્ટર નં.જીજે-૦૭ બીઆર-૨૯૯૦ પડલીનગર સીમમાં સાઈડમાં ઉભેલા ટ્રેક્ટર નં. જીજે-૦૭ બીઆર-૮૭૭૨ સાથે અથડાયું હતું. જેથી ટ્રેક્ટરની બાજુમાં ઉભેલા ગોરધનભાઈ બારૈયાને ઈજા થઈ હતી. આ બનાવ અંગે બુધાભાઈ રાયસીંગભાઈ બારૈયાની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે ગુનો દાખલ કર્યો હતો. 

 

(5:14 pm IST)