Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

80 હજારના દારૂના જથ્થા સાથે ભઈજીપુરાની મહિલાની અટકાયત

નડિયાદ: તાલુકાના ચકલાસીના ભઈજીપુરામાં દરોડો પાડી પોલીસે વિદેશી દારૂ બોટલ નં.૨૬૪ રૂપિયા ૭૯૨૦૦ના જથ્થા સાથે મહિલાને ઝડપી પાડી હતી જ્યારે અન્ય બે ઈસમો ફરાર થઈ ગયા હતા. 

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ તાલુકાના ચકલાસી પોલીસની હદમાંથી છાશવારે વિદેશી દારૂનો નાનો મોટો જથ્થો ઝડપાય છે. ઉત્તરસંડા તેમજ ચકલાસીમાંથી તાજેતરમાં વિદેશી દારૂ ઝડપાયો હતો. ત્યારબાદ ગઈકાલે સાંજે ચકલાસી પોલીસે માહિતી આધારે ભઈજીપુરામાં દરોડો પાડતા એક મહિલાને થેલો લઈને જતી શકમંદ હાલતમાં ઝડપી પાડી હતી. જ્યારે અન્ય બે ઈસમો પોલીસને જોઈ નાસી ગયા હતા. જેથી પોલીસે મહિલાની અટક કરી પૂછપરછ કરતા મંજુલાબેન જીતેન્દ્રભાઈ રાવજીભાઈ વાઘેલા તેની પાસેની થેલામાંથી વિદેશીદારૂની બોટલો નં.૨૬૪ કિંમત રૂ.૭૯૨૦૦નો મળી આવ્યો હતો. જ્યારે નાસી ગયેલાઓમાં જીતેન્દ્ર ઉર્ફે ગીપો વાઘેલા તેમજ સંજય રઈજીભાઈ વાઘેલા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ભાગી ગયેલા ઈસમોની શોધખોળ હાથ ધરી છે. 

આ બનાવ અંગે મુકેશભાઈ બાબુભાઈની ફરિયાદ આધારે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:13 pm IST)