Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ગુજરાતના ૫૭ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો

૨૪ કલાકમાં ખંભાળિયામાં ૧૭ ઇંચ વરસાદ : માણવદરમાં ૧૧ અને વાસંદામાં ૧૦ ઇંચથી વધુ વરસાદ ૨૪ કલાકમાં નોંધાયો : છ તાલુકાઓમાં પાંચ ઇંચ વરસાદ

અમદાવાદ,તા.૧૮ : રાજ્યમાં વરસાદી માહૌલ વચ્ચે વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તેનું જોર યથાવત રાખીને ૫૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસાવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકામાં ૪૧૨ મીમી એટલે કે સાડા સોળ ઇંચ જેટલો, જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં ૨૮૩ મીમી એટલે કે અગિયાર ઇંચથી વધુ અને નવસારી જિલ્લાના વાંસદામાં ૨૪૫ મીમી એટલે કે દશ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૧૮.૦૭.૨૦૧૮ને સવારે ૭.૦૦ કલાક દરમિયાન વધઈ તાલુકામાં ૨૧૪ મીમી માંગરોળમાં ૨૧૦ મીમી મળી કુલ બે તાલુકામાં આઠ ઇંચથી વધુ, રાણાવાવ તાલુકામાં ૧૯૪ મીમી, માળીયામાં ૧૯૧ મીમી મળી કુલ બે તાલુકામાં સાત ઇંચથી વધુ, લાલપુરમાં ૧૫૬મીમી, કેશોદ અને વંથલીમાં૧૫૫ મીમી, ગણદેવીમાં ૧૫૩ મીમી મળી કુલ ચાર તાલુકામાં છ ઇંચથી વધુ, જામજોધપુરમાં ૧૪૭ મીમી કુતિયાણામાં ૧૪૬ મીમી, ઉના-ડોલવણ અને ચીખલીમાં ૧૩૪ મીમી, ગીરગઢડામાં ૧૨૮ મીમી મળી કુલ છ તાલુકાઓમાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યના કોડીનાર તાલુકામાં ૧૦૫ મીમી એટલે કે ચાર ઇંચથી વધુ, સુત્રાપાડા અને જાફરાબાદમાં ૯૮ મીમી, ખેરગામમાં ૯૭ મીમી, જામનગરમાં ૯૧ મીમી, માંડવી અને સુબીરમાં ૮૫ મીમી, કપરાડામાં ૮૩ મીમી, વલસાડમાં ૭૭ મીમી મળી કુલ ૮ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ, જુનાગઢ અને જુનાગઢ શહેરમાં ૭૨ મીમી, ડાંગમાં ૭૦ મીમી, કાલાવડમાં ૫૯ મીમી, દ્ધારકામાં ૫૭ મીમી, ધરમપુરમાં ૫૪ મીમી, ઉમરગામમાં ૫૨ મીમી મળી કુલ સાત તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને અન્ય ૧૭ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ હોવાના અહેવાલો છે.

૨૪ કલાકમાં વરસાદ..

        અમદાવાદ, તા. ૧૮ : દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો તે નીચે મુજબ છે.

સ્થળ........................................... વરસાદ (ઇંચમાં)

ખંભાળિયા...................................... ૧૭ ઇંચથી વધુ

માણવદર...................................... ૧૧ ઇંચથી વધુ

વાસંદા.......................................... ૧૦ ઇંચથી વધુ

વઘઈ............................................... ૮ ઇંચથી વધુ

માંગરોળ.......................................... ૮ ઇંચથી વધુ

રાણાવાવ.................................................... ૮ ઇંચ

માળિયા...................................................... ૮ ઇંચ

લાલપુર........................................... ૬ ઇંચથી વધુ

કેશોદ.............................................. ૬ ઇંચથી વધુ

વંથલી............................................. ૬ ઇંચથી વધુ

ગણદેવી........................................... ૬ ઇંચથી વધુ

જામજોધપુર................................. પાંચ ઇંચથી વધુ

કુતિયાણા......................................... ૫ ઇંચથી વધુ

ચિખલી............................................ ૫ ઇંચથી વધુ

ડોલવણ........................................... ૫ ઇંચથી વધુ

ગીરગઢડા........................................ ૫ ઇંચથી વધુ

કોડિનાર.......................................... ૪ ઇંચથી વધુ

સુત્રપાડા.......................................... ૩ ઇંચથી વધુ

જાફરાબાદ....................................... ૩ ઇંચથી વધુ

ખેરગામ........................................... ૩ ઇંચથી વધુ

જામનગર........................................ ૩ ઇંચથી વધુ

માંડવી............................................. ૩ ઇંચથી વધુ

કપરાડા........................................... ૩ ઇંચથી વધુ

(8:14 pm IST)