Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનનું ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા ઉદ્ધઘાટન

લોકાર્પણ કાર્યક્રમમાં ડીજીપી શિવાનંદ ઝા અને શહેર કમિશ્નર એ.કે સિંહે પણ હાજરી આપી

 

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરિસરમાં એરપોર્ટ પોલીસ સ્ટેશનનું ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા ઉદ્ઘાટન કરાયું હતું એરપોર્ટ પોલીસ સ્ટેશન એ શહેરનું 53મું પોલીસ સ્ટેશન બન્યું છે. લોકાર્પણ કાર્યક્રમમાં ડીજીપી શિવાનંદ ઝા અને શહેર કમિશ્નર એ.કે સિંહે પણ હાજરી આપી હતી.

 

પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દેશ-વિદેશનાં નાગરીકોને ફરીયાદ નોંધાવવા માટે સરદારનગર પોલીસ સ્ટેશન જવું પડતું હતું. પરંતુ હવે તેનાંથી લોકોને રાહત મળશે.

 એરપોર્ટ સુરક્ષાનાં દ્રષ્ટિકોણથી પણ સંવેદનશીલ હોવાંથી અહીંયાં હવે પોલીસ સ્ટેશન રાખવું અનિવાર્ય બન્યું છે.ઉલ્લેખનીય છે કે અગાઉનું સરદારનગર પોલીસ સ્ટેશન કે જે એરપોર્ટથી ૬ કિમી. દૂર હતું પરંતુ આ પોલીસ સ્ટેશન એરપોર્ટનાં પ્રાંગણમાં જ બન્યું છે.

(11:20 pm IST)