Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

પતિએ વોટ્સએપ બંધ કરીને સુઈ જવાનું કહેતા પત્ની કહ્યા વગર ચાલી ગઈ : ધરમપુરની ઘટના

આશાવર્કર તરીકે ફરજ બજાવી રહેલી પત્નીને માઠું લાગતા પલાયન

સુરતના ધરમપુર તાલુકાના બિલપુડી ગામે પતિએ રાત્રીના સમયે પત્નીને મોબાઇલમાં વોટ્સએપ બંધ કરી સૂઇ જવા ટકોર કરતા પત્નીને માઠુ લાગતા આશાવર્કર તરીકે ફરજ બજાવી રહેલી પત્ની વહેલી સવારે ઘરે કોઇને કહ્યા વગર ક્યાંક ચાલી ગઇ હોવાની ફરિયાદ ધરમપુર પોલીસ મથકમાં નોંધાઇ છે.

 પ્રાપ્ત વિગતો મુજબ ધરમપુર નજીકના બિલપુડી ગામે રાધાબા શામલાલ હાઇસ્કૂલની સામે રહેતા અને ડ્રાઇવર તરીકે નોકરી કરતા શૈલેષ ઢેડુંભાઇ ગરાસિયાની પત્ની કલ્પનાબેન, આશાવર્કરમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે.ગત તા. ૧૨મીને ગુરુવારે રાત્રે જમી-પરવારીને દંપતી સુવાની તૈયારી કરી રહ્યા હતાં,તે સમયે મોબાઇલમાં વોટ્સએપ નિહાળી રહેલી પત્નીને, પતિ શૈલેષે વોટ્સએપ બંધ કરી સૂઇ જવા જણાવ્યું હતું. જે બાદ તેઓ સૂઇ ગયાં હતા

  .શનિવારે વહેલી સવારે પતિ શૈલેષે જાગીને જોતા, પત્ની નજરે પડી નહતી. કોઇને પણ જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલી પત્નીની, આજુબાજુમાં તથા સગાસંબંધીને ત્યાં તપાસ કરવા છતાં કોઇ ભાળ ન મળતા, છેવટે પતિએ શનિવારે ધરમપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે ઘટનાની ફરિયાદ નોધીને વધુ તપાસ હાથ ધરી છે.

(9:12 pm IST)