Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

સુરતના નાના વરાછામાં ખુલ્લી ગટરની કુંડીમાં પડી ગયેલ બાળક રોહનનો મૃતદેહ તાપી નદીમાંથી મળ્યો

નાના વરાછાના ઢાલ વિસ્તારમાં ગમગીની : ગટર બની ગોઝારી

સુરતમાં અનરાધાર વરસાદ પડી રહયો છે ત્યારે વરસાદી પાણીમાં એક ખુલ્લી ગટરમાં એક બાળક પડી જતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ.જોકે ફાયર બ્રિગેડની ટીમ બાળકને બચાવવામાં નિષ્ફળ નીવડ્યું હતું બાળકનો મૃતદેહ તાપી નદીમાંથી મળી આવ્યો છે

 સુરતમાં નાના વરાછા વિસ્તારમાં વરસાદી પાણીની ભમરીમાં બાળક તણાતા ગટરમાં પડી ગયું હતું. કુંડીમાં ભરાયેલા પાણીમાં બાળક ડૂબ્યો હતો અને વરસાદી પાણીમાં તણાઈને બાળક ગટરમાં ગરકાવ થઇ ગયો હતો. ફાયર બ્રિગેડે બાળકની શોધખોળ હાથ ધરી હતી. સુરતના નાના વરાછાના ઢાળ વિસ્તારની આ ઘટના છે. બાળક તણાવાની ઘટનાના CCTV સામે આવ્યા છે.

બાળકનું નામ રોહન ભીલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોતાનો પુત્ર ગટરમાં પડી જવાની જાણ થતાં માતાએ રોકકળ કરી મુકી હતી.સુરત નાના વરાછા વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઇ ગયા હતા. ગટરનું ઢાંકણુ ખુલ્લુ હોવાના કારણે બાળક ગટરમાં પડી ગયો હતો. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બાળકનો મૃતદેહ તાપી નદીમાંથી મળી આવ્યો છે.

(8:35 pm IST)