Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

વલસાડ જિલ્લામાં વરસાદની હેલી : તિથલનો દરિયો તોફાની બન્યો : તોતિંગ મોજા ઉછળ્યા :મધુબન ડેમમાં નવા નીરની આવક

વલસાડમાં વરસાદની હેલી સર્જાઇ છે. વલસાડ જિલ્લામાં સતત 8 દિવસથી જિલ્લાના તમામ તાલુકામાં કેટલો વરસાદ પડ્યો છે. લો પ્રેશર સર્જાવવાને કારણે તિથલનો દરિયો તોફાની બન્યો છે. દરિયામાં તોતિંગ મોજા ઉછળી રહ્યા છે. ભારે વરસાદથી તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. મધુબન ડેમમાં પાણીની આવક વધી છે. દરિયો તોફાની બનવાને કારણે તંત્રએ દરિયા નજીક ન જવા સુચના આપી છે. આ ઉપરાંત પવનની ગતિ તેજ રહેવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

(6:39 pm IST)