Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

સૌરાષ્ટ્ર ગુજરાતમાં પડેલા ભારે વરસાદ બાદ સર્જાયેલ સ્થિતિના ટુકા સમાચારો વાંચો ફટાફટ

*હવામાન ખાતા દ્વારા ગુજરાતમા હજુ બે દિવસ અને અમદાવાદ જિલ્લામાં ૧૮ મીએ ભારે વરસાદની આગાહીઃ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં પણ આગાહીઃ માછીમારોને દરિયામાં ન જવા અપાઇ ચેતવણી

*નવસારીના દરિયામાં 'હાઇટાઇડ'ને કારણે દરિયામાં ૧૦ ફુટ મોજા ઉછળયાઃપ્રોટેકશન દિવાલ તોડી દરિયાના પાણી માછીવાડ ગામમાં  પ્રવેશ્યું : સરપંચ ગ્રામજનોએ સાથે મળી લોકોને સલામત સ્થળે ખસેડયા

*કેશોદનું બામણાસા ગામ બેટમાં ફેરવાયું

*કોડીનારમાં સાંબેલાધારે વરસાદ ઠેરઠેર પાણી ભરાયાઃ શાળા, ખેતરો, દુકાનોમાં પાણી ભરાયાઃ ગામના ... કેડ સમાણા પાણી

*ઉમરગામમાં ભારે વરસાદથી ગરનાળામા પાણી ભરાયા અને વાહનો ફસાયા

*પંચમહાલના હડફ ડેમની સપાટી  ૧૬૪.૩ મીટર

*મચ્છુન્દ્રી ડેમ ૯૬ ટકા ભરાયોઃ ઓવરફલોની શકયતા

*કેશોદના બામણાસા ગામમાં ઓઝતનો પાળો તુટતા પાણી ગામમાં ઘુસ્યા

*રાત્રી દરમિયાન પડેલ સતત વરસાદને કારણે ગીર સોમનાથમાં એનડીઆરએફની ટીમ પહોંચીઃ તકેદારીના તમામ પગલા લેવાયા

*વેરાવળના ડોડીયાળા ગામમા વરસાદી પાણી ઘુૃસી જતા  બેટમાં ફેરવાયું

*ગીરગઢડાનું એભલવડ ગામનો સંપર્ક તુટયો

*ઉના-સાનવાવ જતો કોઝવે તૂટતા લોકો મુશ્કેલીમાં અત્ર તત્ર સર્વત્ર પાણી..પાણી..

(2:21 pm IST)