Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

અરૂણ જેટલીઅે દત્તક લીધેલા કરનાણ ગામના બ્રીજમાં ૧પ દિવસમાં ભ્રષ્‍ટાચારના પોપડા ઉખડ્યા:

ચાંદોદ બ્રિજનું લોકાર્પણ કરાયાના ૧૫ દિવસમાં જ રૂ. ૧૭.૫૪ કરોડના ખર્ચે પાણીમાં જશે ?: બ્રિજમાં બે સ્થળે માટી કામમાં મોટા ગાબડાં પડયા

વડોદરા,: કેન્દ્રના નાણાં મંત્રી અરૃણ જેટલી દ્વારા દત્તક લેવાયેલા વડોદરા જિલ્લાના યાત્રાધામ કરનાળી અને ચાંદોદને જોડતા ઓરસંગ નદી પરના બ્રિજનું લોકાર્પણ કર્યાના ૧૫ દિવસમાં જ ધોવાણ શરૃ થયું છે. વડોદરા જિલ્લા પંચાયત હસ્તકનો કરનાળી-ચાંદોદ બ્રિજ વર્ષ-૨૦૧૫માં મહેસાણાના રચના કન્સ્ટ્રક્શન દ્વારા રૃા.૧૭.૫૪ કરોડના ખર્ચે બન્યો છે.આ બ્રિજમાં ૨૧.૬૦ મિટરના ૧૨ ગાળા મળી ૨૫૯.૨૦ મિટરની લંબાઇ છે.ે બ્રિજની બંને બાજુના એપ્રોચ રોડ સહિતનું કુલ બાંધકામ ૧૮૦૦ મીટર છે. ગઇ તા.૨૮--૨૦૧૮ના રોજ અરૃણ જેટલીના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ જાહેર કરાયો હતો.પરંતુ,તેમના વતી તેમના પુત્ર હાજર રહ્યા હતા અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણના ૧૫ દિવસમાં જ ચાંદોદ થી કરનાળી જતાં બ્રિજ પહેલાં ડાબી બાજુએ ૫૦ ફુટ થી મોટું ધોવાણ થયું છે.જ્યારે,બ્રિજ પુરો થાય તે ટર્નિંગ પર પણ માટીકામમાં ૧૦૦ ફુટ થી મોટું ધોવાણ થયું છે.

(12:41 pm IST)