Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

ગુજરાતમાં આકરા ઉનાળામાં અડધો લાખ લોકો બિમારીનો ભોગ બન્યા

અમદાવાદઃ રાજ્યભરમાં ઉનાળાની શરૂઆત થતા જ કાળઝાળ ગરમી પડવા લાગી છે. ત્યારે રાજ્યમાં અમદાવાદ સહીત રાજ્યમાં ગરમીનો પારો 40 ડીગ્રીની વટાવી ચુક્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે.જેને લઇને હિટ રિલેટેડ કેસોમાં પણ ઉત્તરોતર વધારો જોવા મળી રહ્યો છે. ચાલુ એપ્રિલ માસમાં 19 તારીખ સુધીમાં રાજ્યમાં હિટ રિલેટેટ કુલ 57,392 કેસો ઇમરજન્સી સેવા 108માં નોંધાઇ ચૂક્યા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 8,815 કેસો સામે આવ્યા છે. જેમાં દર્દીઓને તાત્કાલિક સારવાર આપવાની જરૃરીયાત ઉભી થઇ રહી છે. અાડેસરમાં ડિહાઈડ્રેશન થઈ જવાથી ક વૃદ્ધાનું મોત થયું છે.

અમદાવાદમાં 40.2 ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું. રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમરેલીમાં 40.8 ડિગ્રી રહ્યું હતું. કુલ 8 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર થઇ ગયું હતું. આ અસહ્ય ગરમીમાં ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે.

સવારે 9 વાગ્યાથી જ ગરમીની અસર જનજીવન પર વર્તાઇ રહી છે. છૂટક મજૂરી કરતા તેમજ ફેરીઓ મારીને જીવનગુજરાત ચલાવતા લોકો માટે હાલના દિવસો કપરા સાબિત થઇ રહ્યા છે.

રાજ્યમાં હાલમાં હિટ વેવની સ્થિતિ હોવાથી ગરમીને લગતા વિવિધ કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેમાં અશક્તો, વુદ્ધો અને બીમાર વ્યક્તિઓની દયનીય હાલત થઇ જવા પામી છે. પેટનો દુખાવો, ચક્કર આવવા, મુર્છિત થઇ જવું, નસકોરી ફૂટવી, છાતીમાં દુખાવો, ઝાડા-ઉલટી સહિતના કેસો ગરમીને લીધે વધી ગયા છે.

તંત્ર દ્વારા તેમજ ઇમરજન્સી સેવા 108 દ્વારા જરૃરી એડવાઇઝરી બહાર પાડીને ગરમીમાં શક્ય હોય તો બહાર ન નીકળવા તેમજ પ્રમાણસર અને તાજો ખોરાક ખાવાની સલાહ અપાઇ રહી છે.

એપ્રિલ માસમાં કયા જિલ્લામાં હિટ રિલેટેડ કેટલા કેસ નોંધાયા ?

જીલ્લો - હિટ રિલેટેડ કેસની સંખ્યા

અમદાવાદ 8815

સુરત 3895

વડોદરા 2820

દાહોદ 3054

કચ્છ 2249

બનાસકાંઠા 2284

વલસાડ 1985

રાજકોટ 2083

ભાવનગર 1871

ભરૃચ 1907

રાજ્યમાં કુલ 57392

(5:15 pm IST)