Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

અમદાવાદમાં મહિલા પીએસઆઇના મોબાઇલની ચોરી

અમદાવાદઃ તસ્‍કરો પીસઆઇનો ફોન લઇને નાસી છૂટતા ભારે ચર્ચા જાગી છે.

અમદાવાદમાં મહિલા PSIના 2 મોબાઈલની ચોરી થઇ છે. સાથે પોકેટ કોપ મોબાઇલની પણ ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે..સમગ્ર મામલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSIના મોબાઈલ ચોરી થયા છે. ગત રાત્રે ધાબા પર ઊંઘતા મહિલા અધિકારીનો મોબાઈલ ચોરીને ચોરોએ ખુબ મોટો ઝાટકો આપી દીધો છે. આ બનાવ માધુપુરા પોલીસ લાઈનનો છે. આ અંગે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. 

(5:14 pm IST)