Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

નડિયાદના પટેલ યુવાનનું આફ્રિકાના જોહાનિસબર્ગમાં અકસ્‍માતમાં મોતઃ પરિવારમાં શોકની લાગણી

નડિયાદઃ કઠલાલના લસુન્દ્રાના પટેલ યુવકનું આફ્રિકાના જોહાનિસબર્ગમાં અકસ્માતમાં મોત થયું છે. જેને લઈને પરિવારમાં માતમનો માહોલ છવાઇ ગયો છે.

કઠલાલના લસુન્દ્રાના પટેલ પરિવારનો દિકરો તેની પત્ની સાથે છેલ્લા 3 વર્ષથી આફ્રિકામાં રહેતો હતો. જ્યારે આ યુવકના માતા પિતા વડોદરામાં રહેતા હતા. ત્યારે બુધવારે સવારે અંકિતભાઈ પટેલ બાઈક લઈને જોહાનીસબર્ગના રસ્તા પરથી પસાર થઈ રહ્યાં હતાં. તે દરમિયાન ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં અંકિતનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

અંકિતના મોતના સમાચાર લસુન્દ્રાના પટેલ પરિવારને મળતા પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો હતો. હાલ તો અંકિતના માતના પગલે જોહાનીસબર્ગ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. અને અંકિતના મૃતદેહને માદરે વતન લાવવા માટેની કાર્યવાહી ચાલુ છે.

(5:13 pm IST)