Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

જો એમણે નથી માર્યા તો શું અમે અમારા સંતાનોને મારી નાખ્યા?

નરોડા પાટીયાના મુખ્ય આરોપીને નિર્દોષ છોડાતા રમખાણ પીડિતોમાં આક્રોશઃ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રિમમાં પડકારીશુ : એડવોકેટ તિરમિઝી

અમદાવાદ,તા.ર૧ : નરોડા પાટિયા હત્યાકાંડ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાંકરવામાં આવેલી અપીલમાંકોર્ટ દ્વારા માયા કોડનાનીને પુરાવાના અભાવે નિર્દોષછોડી મુકવામાં આવેલ છે. નરોડા પાટિયા વિસ્તારના પીડિતોમાં આક્રોશ જોવા મળ્યો હતો. તેમજ સમગ્ર વિસ્તારમાં તેનાઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. આ મામલે સ્થાનિકોએ ઉગ્ર ભાષામાં પોતાનો વિરોધપ્રકટ કર્યો હતો. હાઈકોર્ટના ચુકાદા સામે અણગમો વ્યકતકરતા એક સ્થાનિક મહિલાએકહ્યું હતું કે અમારી આંખ સામેલોકોને મારી નાખવામાંઆવ્યા જો એમણે નથી માર્યાતો શું અમે અમારા સંતાનોને માર્યા છે. અમે જીવના જોખમેસાક્ષી તરીકે જુબાની આપીઅને આજે જેઓ નિર્દોષ છુટીગયા. જયારે દોષિતો પેરોલ પર છુટીને આવતા હતા તેસમયે અમને ધમકાવતા હતાત્યારે હવે તેઓ નિર્દોષ છુટીનેઆવ્યા છે તો અમારી સુરક્ષામાટે સરકારે શું કર્યું ? તેવો પણરમખાણ પીડિતોએ સવાલઉઠાવ્યો હતો. પીડિતોએ પોતાને યોગ્ય ન્યાય ન મળ્યોહોવાનું દુઃખ વ્યકત કર્યું હતું. તેમ અમદાવાદના અખબારમાં પ્રસિદ્ધ થયુ છે. એડવોકેટ સુહેલ તિરમીઝીએ નરોડા પાટિયા હત્યાકાંડ વિશેકહ્યું હતું કે, આ ચુકાદાને પડકારી શકાય છે અને અમારી પાસેમાયા કોડનાની વિરૂદ્ધ પૂરતી સામગ્રી છે. અમને આશા છે અનેઅમે ઈચ્છીએ છીએ કે, પીડિત લોકોના પરિવારો અને બચી ગયેલાલોકો સુપ્રીમ કોર્ટમાં CJP સાથે આ ચુકાદા વિરૂદ્ધ અપીલ કરશે.

(2:57 pm IST)