Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

સુરત બાળકી મર્ડર - રેપ કેસમાં સામે આવી રહી છે અરેરાટી ફેલાવતી વિગતો ..

નરાધમ આરોપી હરસાઇ ગુર્જરે પીડિતા બાળકી અને તેની માતાને રાજસ્થાનથી 35 હજારમાં 'ખરીદ્યા' હતા : માતા સાથે દુષ્કર્મ કરતા, પ્રતિકાર કરતી માતાની પહેલા હત્યા કરાઈ હતી : બાદમાં બાળકી સાથે પણ રેપ કરી, હત્યા કરાયેલ

આરોપીને અમદાવાદ લવાયો, કારના તૂટેલા ડોરગાર્ડથી ક્રાઇમબ્રાંચે કેસ ઉકેલ્યો : 56 સેકન્ડના સીસીટીવી ફૂટેજે કેસ ઉકેલવામાં મદદ કરી

સુરતઃ સુરતનો અરેરાટી ફેલાવનાર સૌથી બાળકી પર દુષ્કર્મ અને હત્યાનો કેસ ઉકેલાઇ ગયો છે. શુક્રવારે અમદાવાદ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે દાવો કર્યો કે તેમણે 11 વર્ષી બાળકીના રેપ અને હત્યા કેસના મુખ્ય આરોપીને રાજસ્થાનથી દબોચી લીધો છે. શરુઆતની તપાસમાં જાણવા મળ્યું કે મુખ્ય આરોપીએ બાળકી અને તેની વિધવા માતાને મજૂર તરીકે રાજસ્થાનના ગંગાપુરથી 35 હજારમાં ખરીદ્યા હતા.

ઉલ્લેખનીય છે કે 6 એપ્રિલના રોજ સૂરતમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેના શરીર પર 87 ઘાવ હતા. બાળકીના પ્રાઇવેટ પાર્ટ્સને પણ નુકસાન પહોંચાડવામા આવ્યું હતું. આ ક્રૂરતા વિરુદ્ધ દેશભરમાં લોકોમાં આક્રોષ ફેલાયો હતો. 9 એપ્રિલે ઘટના સ્થળથી કેટલાક કિલોમીટર દૂરથી જ મહિલાનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું કે હરસાઇ ગુર્જર (35)ની રાજસ્થાનના સવાઇ માધોપુર જિલ્લાના ગંગાપુરથી દબોચી લેવામાં આવ્યો છે. ઉપરાંત અન્ય 3 આરોપી હરસાઇના ભાઇ હરિ સિંહ અને બે અન્ય ભાઇ નરેશ અને અમર સિંહ ગુર્જરની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

શનિવારે આરોપી હરસાઇ ગુર્જરને રાજસ્થાનથી અમદાવાદ ક્રાઇમબ્રાંચ લવાયો છે. બાદમાં તેને સુરત લઈ જવામાં આવશે.

એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સુરતમાં બે મહિલાની લાશ મળી છે તેમાંથી એક લાશ બાળકીની માતાની છે. આરોપીએ તેની માતાની પણ હત્યા કરી નાખી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોપી હર્ષ સંઘવી 28મી માર્ચથી 5મી એપ્રિલ સુધી બાંધીને તેના પર બળાત્કાર ગુજારતો રહ્યો હતો. હર્ષે બાળકી પર ખૂબ જ અત્યાચાર ગુજાર્યો હતો. તેણે બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં ધારદાર વસ્તુઓ પણ ઘૂસાડી હતી. બાળકીને બે દિવસ સુધી ખાવાનું આપ્યું ન હતું. બાળકીએ દમ ન તોડી દીધો ત્યાં સુધી તેના પર અત્યાચાર કરતો રહ્યો હતો. બાળકીના શરીરમાં 86 ઘાના નિશાન જોવા મળ્યા હતા. બાળકીની માતાનું છેલ્લું મોબાઇલનું લોકેશન પણ આરોપીના ઘરનું જ હતું. બાદમાં ફોન આ જ લોકેશન પર બંધ થઈ ગયો હતો. આરોપી હર્ષે બાળકી અને તેની માતાની મુકેશ નામના વ્યક્તિ પાસેથી રૂ. 35 હજારમાં ખરીદી કરી હતી. હર્ષને વિશ્વાસ હતો કે પોલીસ તેના સુધી નહીં પહોંચી શકે.

પોલીસ મુજબ હરસાઇ અને હરિ સિંહ સુરતની એક માર્બલ યૂનિટમાં લેબર કોન્ટ્રાક્ટર છે, જ્યારે નરેશ અને અમર સિંહ એમના માટે કામ કરતા હતા. હરસાઇએ 15 માર્ચના રોજ બાળકી અને તેની માતાને 35 હજારમાં એક શખ્સ પાસેથી ખરીદ્યા હતા. આ બાદ બંનેને સુરતમાં લાવી હરસાઇ બંને પર દુષ્કર્મ આચરવા લાગ્યો હતો. મહિલાએ વિરોધ કરતાં દુષ્કર્મી તેની હત્યા કરવા માગતો હતો.

બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં પોલીસને ખુબ જ મહત્વપૂર્ણ સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા હતાં. પાંડેસરા વિસ્તારની સોમેશ્વર સોસાયટીમાં રહેતો હરિસિંહ ગુર્જર જે ગાડીમાં બાળકીને લઈને ગયો હતો તેના સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા હતાં. કાળા રંગની આ ગાડીનો નંબર GJ 5 CL 8520 હતો. બાળકીની લાશ જે સ્થળેથી મળી આવી હતી તે સ્થળથી થોડા અંતરે એક સીસીટીવી કેમેરો લગાવવામાં આવ્યો હતો. આ સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરતા 56 સેકન્ડ માટે એક કાર ત્યાં ઊભેલી જણાઈ હતી. ત્યારબાદ કાર ત્યાંથી રવાના થઈ હતી.

આ કાર પર પોલીસને શંકા ગઈ. પોલીસને થયું કે 56 સેકન્ડ માટે આ કાર વહેલી સવારે, ટ્રાફિક વગરના આવી અવાવરું જગ્યા પર કેમ ઊભી રહી? ત્યારબાદ કારને સીસીટીવી ફૂટેજમાં ફોલો કરવામાં આવી. તપાસમાં જાણવા મળ્યું કે કાર આસપાસના વિસ્તારની જ છે. કારના આધારે તેનું આઈડેન્ટિફિકેશન થયું. કારનો નંબર મળ્યો, માલિકની પૂછપરછ થઈ. ત્યારબાદ માલુમ પડ્યું કે જે વ્યક્તિ એક મકાનમાં ભાડે રહેતો હતો તેનો મિત્ર આ કાર 6 તારીખે કહ્યા વગર લઈને નિકળી ગયો હતો. કારના માલિકે જ્યારે આરોપી હર્ષને પૂછ્યું તો તેણે ચોક્ખુ કહ્યું કે જે બાળકી મારી સાથે રહેતી હતી તેની મે હત્યા કરી નાખી છે અને લાશને સગેવગે કરવા ગયો હતો. આરોપી માથાભારે અને વગદાર હોવાના કારણે અન્ય લોકો તેની સામે બોલી શક્યા નહતાં.

20 માર્ચના રોજ મહિલા લાપતા થઇ ગઇ, જે બાદ હરસાઇએ બાળકીને હરિસિનના રૂમમાં છૂપાવીને રાખી હતી, આ સમયે હરિસિન ગંગાપુરમાં હતો. ડીસીપી બ્રાન્ચ દીપન ભાદ્રનનું કહેવું છે કે, ‘હરિસાઇએ બાળકી સાથે કેટલાય દિવસ સુધી દુષ્કર્મ આચર્યું. વધુ દિવસ માટે બાળકીને છૂપાવવી મુશ્કેલ હોવાથી 5 એપ્રિલે નરાધમે બાળકીની હત્યા કરી.’

ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર કિરણ ચૌધરીએ જણાવ્યું કે, ‘હરસાઇએ 5 એપ્રિલના રોજ બાળકીના મૃતદેહને કારમાં નાખ્યો અને ઘરથી 1.5-2 કિમી દૂર રસ્તા કાંઠે ઝાડીઓમાં ફેંકી આવ્યો હતો. ઘરે પરત ફર્યો ત્યાર નરેશે તેને પૂછતા હરસાઇએ કહ્યું કે તેણે બાળકીની હત્યા કરી મૂકી છે અને જો તે કોઇને બતાવશે તો તેને પણ મારી નાખશે.’

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ મીડિયાકર્મીઓને કહ્યું કે, ‘સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે કાર જપ્ત કરી ીલધી છે અને કારના માલિકને શોધવામાં આવી રહી હતી, જે બાદ પોલીસ હરિસિંહ સુધી પહોંચી તો તેણે જણાવ્યું કે આ ગુના પાછળ તેના ભાઇનો હાથ હોઇ શકે.’

 

(8:11 pm IST)