Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

વડોદરામાં નકલી મોબાઇલ વેચવાના કૌભાંડનો પર્દાફાશ:આઈફોન અને આઇપેડ કંપનીના દરોડા

લાખોની કિંમતની બ્રાન્ડેડ કંપનીની નકલી મોબાઈલ એસેસરીઝ મળી

 

વડોદરાઃ વડોદરામાં નકલી મોબાઈલ વેચવાનાં કૌભાંડનો પર્દાફાશ થયો છે. દિલ્હીથી આઈફોન અને આઈપેડ કંપનીનાં અધિકારીઓએ રાજમહેલ રોડ પર મોબાઈલની દુકાનોમાં દરોડા પાડ્યાં હતાં. જેમાં લાખોની કિંમતની બ્રાન્ડેડ કંપનીની નકલી મોબાઈલ એસેસરીઝ મળી આવી હતી.

  PCBની ટીમને સાથે રાખીને કર્મચારીઓએ દરોડા પાડ્યાં હતાં. રાજમહેલ રોડ પર આવેલા વ્રજસિદ્ધિ ટાવરમાં આવેલી ક્રિષ્ના, શ્રીનાથજી, આશિર્વાદ, કેવલ, રોયલ મોબાઈલ નામની મોબાઈલની દુકાનમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને નકલી એસેસરીઝ ઝડપી પાડવામાં આવી હતી.

 શહેરમાં અવારનવાર આવા કૌભાંડો સામે આવતા હોય છે. જેમાં ઠગનાર લોકો મોબાઇલની દુકાન ઊભી કરીને પોતે ગ્રાહકોને અસલી મોબાઇલનાં નામે નકલી મોબાઇલ આપીને છેતરપીંડી કરે છે. એવી એક ઘટના વડોદરામાં આવેલ રાજમહેલ રોડ પરનાં વ્રજસિદ્ધિ ટાવરમાં બની હોવાંની સામે આવી છે.જેમાં છેતરપિંડી કરનાર લોકો અસલી મોબાઇલનાં નામે નકલી મોબાઇલની એસેસરીઝ કરતા વધારે જોવાં મળ્યાં. ઘટનાનો પર્દાફાશ દિલ્હીથી આઇફોન અને આઇપેડ કંપનીનાં અધિકારીઓએ કર્યો હતો

(12:47 pm IST)