Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

સાંજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો:પોરબંદર દરિયાકિનારે મોજા ઉછાળવાની આગાહી

કચ્છના અંજારમાં વરસાદ -સતાપરમાં ભારે પવન ફુંકાતા કથાનો મંડપ તૂટ્યો

 

અમદાવાદ :છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યમાં વધતી ગરમી વચ્ચે શુક્રવારે બપોરે અસહ્ય ગરમી પડી હતી જોકે, સાંજના સમયે રાજ્યના કેટલાક વિસ્તારોમં વાતાવરણમાં અચાન પલટો થયો હતો. જેના પગલે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો વાતાવરણમાં આવેલા પલટાના પગલે ગરમીમાં આંશિક ઘટાડો થયો હતો.

 

   બીજી તરફ પોરબંદરના દરિયા કિનારા ઉપર ઉંચા મોજા ઉછળવાની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસોમાં ભારે મોજા ઉછળે એવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં તાપમાનની વાત કરીએ તો ગરમીનો પારો ઘટની 40 ડિગ્રીની આસપાસ આવી ગયો છે. રાજ્યનું મહત્તમ તાપમાન 40.8 ડિગ્રી અમરેલીમાં નોંધાયું છે. 40.8 ડિગ્રી સાથે અમરેલી શહેર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. રાજ્યમાં સરેરાશ તાપમાન 40 ડિગ્રીની આજુબાજુ રહ્યું છે.

 

   આણંદ  જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો થયો હતો. જેના પગલે તારાપુર અને પેટલાદ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે, કમોસમી વરસાદના કારણે ચિંતા પણ પ્રસરી હતી.

   મળતી માહિતી પ્રમાણે કચ્છ વિસ્તારમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવવાથી અંજારના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ઉપરાંત ભારે પવન ફૂંકાતો હોવાના કારણે અંજારના સત્તાપર ગામમાં કથાનો મંડપ તૂટ્યો હતો. અંહીં ગોવર્ધન પર્વતની વાર્ષીક ઉજવણી નિમિત્તે કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

   મળતી માહિતી પ્રમાણે પોરબંદરના દરિયા કિનારે તારીખ 21 અને 22ના રોજ ઉંચા મોજા ઉછળવાની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે દરિયામાં 2થી 3 મીટર ઉંચા મોજા ઉછળશે. ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશિયન ઇન્ફોર્મેશન સર્વિસિસએ આગાહી કરી છે. માછીમારોને દરિયો ખેવા પણ સુચના આપવામાં આવી છે.

રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન ?

અમરેલીનું મહત્તમ તાપમાન 40.8 ડિગ્રી

વડોદરાનું મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી

અમદાવાદનું મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી

ગાંધીનગરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી

રાજકોટનું મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી

સુરેન્દ્રનગરનું મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી

કંડલા એરપોર્ટનું મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી

(9:30 am IST)