Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

વડોદરા,અમદાવાદ અને જામનગરમાં આરોગ્ય વિભાગના દરોડા : ઘી,દૂધ,કેરીનો રસ અને પાણીના વેપારીઓ ઝપટે :નમૂના લેવાયા

 

વડોદરાઃવડોદરા અને અમદાવાદમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરોડા પાડીને દૂધ,ઘી ,કેરીના રસ અને પાણીના વેપારીઓને ત્યાં તપાસ કરીને નમૂના લેવાયા હતા વડોદરામાં વોર્ડ 4, 5 અને 8માં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ  ધરાઈ હતી નકલી દૂધ અને દૂધમાં થઈ રહેલી ભેળસેળ તેમ લઈ કાર્યવાહી થઇ હતી રાજ્યમાં આરોગ્ય વિભાગે અમદાવાદ, વડોદરા અને જામનગરમાં રસના વેપારી, લોકલ દૂધના વેપારી તેમ પાણીના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા.

   મળતી વધુ વિગત મુજબ આઇસ્ક્રીમ, કેરી-રસ, નકલી દૂઘ, મીઠાઈ, મિનરલ વોટર પ્લાન્ટ, નકલી ઘીના વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પડાઈ રહ્યાં છે વડોદરામાં વોર્ડ 4, 5 અને 8માં આરોગ્ય વિભાગ દ્વારા લોકલ દૂધના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે બજારમાં વેચાતા લોકલ દૂધની બ્રાન્ડની થેલીઓનું ચેકિંગ કર્યું હતું અને એના નમૂના લીધા હતા.

   અમદાવાદમાં પણ AMC આરોગ્ય વિભાગે મેમનગર, નારણપુરા, ઘાટલોડિયા અને સોલામાં કેરીના રસના વેપારી અને કોલ્ડસ્ટોરેજ અને ઠંડાં પીણાના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગની અલગ-અલગ 5 ટીમો બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગે કેરીના રસના નમૂના લઈ એના પર સીલ મારી દીધું હતું.

, જામનગરમાં પણ આરોગ્ય વિભાગે લાલવાડી વિસ્તારમાં આવેલા પાણીના વેપારીઓને ત્યાં દરોડા પાડી પાણીના નમૂના લેધા હતા. અગર જો લીધેલા નમૂના ફેલ જશે વેપારીઓ સામે કડક પગલાં લેવાની આરોગ્ય વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી  હતી.

(11:15 pm IST)