Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

કપડવંજમાં પરિણીતાને આત્મહત્યા કરવા મજબુર કરનાર ભત્રીજા સામે ગુનો દાખલ

કપડવંજ : શહેરના ઘાંચીવાડામાં રહેતી પરિણીતાએ ભત્રીજાની અઘટિત હરકતોથી ત્રાસી સળગી જતાં મોતને ભેટી હતી. આ બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસે આરોપી સામે આત્મહત્યાના દુષ્પ્રેરણનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કપડવંજ શહેરના ઘાંચીવાડા ડબગરવાડામાં રહેતી મદિનાબેન સીદ્દીકભાઈ ભઠિયારાએ ગત તા. ૧૧-૪-૧૮ના રોજ સગા ભત્રીજા એઝાઝની અઘટિત હરકતોથી કંટાળી સળગી જઈ આપઘાત કર્યો હતો. મદિનાબેન ભઠિયારાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસે મદિનાબેનના નિવેદનના આધારે એઝાઝ અનવરભાઈ ભઠિયારા સામે આત્મહત્યાના દુષ્પ્રેરણ તેમજ દુષ્કર્મના પ્રયાસની કલમનો ઉમેરો કરી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. 

(4:42 pm IST)