Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

એર ઓડીશાએ ગુજરાતમાં વધુ બે માર્ગો ઉમેર્યા

અમદાવાદઃ ઉડેદેશકા આમ નાગરીક (ઉડાન) યોજના હેઠળ અગ્રણી એર સર્વિસ ઓપરેટર, એર ઓડીશા અનુક્રમે અમદાવાદથી ભાવનગર  ભાવનગરથી સુરત સુધીની ફલાઇટમાં ગુજરાતમાં બે વધુ સ્થળો ઉમેરે છે. બે નવા માર્ગો એર ઓડીશાની રજુઆત સાથે હવે ૫ શહેરોમાં કામગીરી ચાલી રહી છે અમદાવાદ, મુન્દ્રા, દીવ, ભાવનગર અને સુરત.

 આ પ્રસંગે, એર ઓડિશાના મેનેઝીંગ ડિરેકટર એકસપોર્ટ કોર્પોરેશન લિમીટેડ (જીએસઇસી)ના એકઝિકયુટીવ ડિરેકટર શૈશવ શાહે જણાવ્યું હતુ કે '' અમારી પ્રારંભિક ફલાઇટ થી બે મહિનાની અંદર અમે ગુજરાત રાજયમાં બે નવા માર્ગો લોન્ચ કરવા માટે ખુબ ગર્વ અનુભવીએ છીએ, અમદાવાદથી ભાવનગર અને ભાવનગરથી સુરત સુધીના નવા ફલાઇટ્સ રૂટ્સ અનુક્રમે રૂ.૧૪૨૦ અને  રૂ.૧૬૯૯ના ન્યુનતમ ભાવથી શરૂ થાય છે. હવે અમે ઉડાનનો ભાગ બનીને  ગૌરવ અનુભવીએ છીએ કારણ કે હવે અમે ભારતના સામાન્ય લોકોની જરૂરીયાત પુરી શકીએ અને મોટા પ્રમાણમાં દેશના દરેક ખુણે આ પ્રવૃતિ ફેલાવીશું'' (૪૦.૫)

(4:07 pm IST)