Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

સુરતના પાટીદાર પ્રવીણભાઈ ખૂંટનું બ્રેઇનડેડ જાહેર કરાતા પરિવારજનોએ અંગદાન કરી પાંચ લોકોને નવજીવન બક્ષ્યું

 

:સુરત: શહેરના કીમ વિસ્તારમાં રહેતા એક પાટીદાર વ્યક્તિએ પોતાના જીવનના અંતિમ પળોમાં અંગો કિડની, લિવર અને ચક્ષુદાન કરીને પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે અંગે મળતી વિગત મુજબ કીમ વિસ્તારની સ્વાગત સોસાયટીમાં રહેતા અને કીમમાં આવેલ એનડીઆર નામની વિવિંગ ફેક્ટરીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઇ બચુભાઇ ખુંટ (ઉં.. 45) ગત 13 એપ્રિલના રોજ બાઇક પર કોસંબાથી ઘરે કીમ તરફ જઇ રહ્યાં હતા ત્યારે અજાણ્યા વાહનની ટક્કરે તેમને અકસ્માત થતા તેમના માથામાં ગંભીર ઇજાઓ થતા બેભાન થયા હતા અને તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યા સારવાર દરમિયાન તેમને બ્રેઇન હેમરેજને કારણે બ્રેઇન ડેડ જાહેર કરાયા હતાં.

 

    અંગે ડોક્ટર્સ દ્વારા ડોનેટલાઇફના પ્રમુખ નીલેશ માંડલેવાલાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા પટેલ પરિવારને અંગોનું દાન કરવા માટે પ્રવીણભાઈના પત્ની વર્ષાબેન, ભાઈ હસમુખભાઈ, સાળા પરેશભાઈ, પિતરાઈ ભાઈ પ્રફુલભાઈ, ધનજીભાઈ રૈયાણી અને પરિવારના અન્ય સભ્યોને ઓર્ગન ડોનેશનની જાણકારી આપી ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવ્યુ હતું. જેથી પરિવારજનોએ જણાવ્યું કે અમારું સ્વજન બ્રેનડેડ છે અને તેમનું મૃત્યું નિશ્ચિત છે ત્યારે તેમના અંતિમ સંસ્કાર કરીને એમના અંગો બળીને રાખ થઇ જાય એના કરતાં તેમના અંગોના દાન થકી કોઈકના લાડકવાયાને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો. વધુમાં તેઓએ જણાવ્યું કે તેઓ વારંવાર વર્તમાનપત્રોમાં અંગદાન અંગેના સમાચારો વાંચતા હતા તેથી તેઓએ વિચાર્યું કે એક ઉત્તમદાન તેમજ ઈશ્વરીય કાર્ય છે. તેઓએ જણાવ્યું કે "જન્મ મળવો નસીબની વાત છે, મૃત્યુ મળવું સમયની વાત છે પરંતુ મૃત્યું પામ્યા પછી કોઈકના હૃદયમાં જીવવું જીવનમાં કરેલ સદકાર્યોની વાત છે."

 

   દાનમાં મેળવવામાં આવેલી કિડની પૈકી એક કિડની ગોધરાનાં રહેવાસી દક્ષાબેન હર્ષદભાઈ વાઘેલા .. ૩૬ અને બીજી કિડની ખેડાના રહેવાસી લાલજીભાઈ સેંઢાભાઈ ઠાકોર . . ૩૮માં, જ્યારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ રાજકોટના રહેવાસી અરવિંદ હીરાભાઈ પરમાર .. ૫૦માં અમદાવાદની આઇકેડીઆરસી હોસ્પિટલના ડોક્ટર્સની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી અત્યાર સુધી બ્રેનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી નીલેશ માંડલેવાલા અને ડોનેટ લાઈફ દ્વારા ૨૪૭ કિડની, ૧૦૦ લીવર, પેન્ક્રીઆસ, ૧૭ હૃદય અને ૨૧૦ ચક્ષુઓના દાન મેળવીને ૫૭૭ વ્યક્તિઓને નવું જીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા મળી છે.

(10:14 pm IST)