Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

સુરતના પીપલોદમાં ડ્રેનેજ લાઈનની સફાઈ માટે ઉતરેલા પિતા-પુત્ર અને કોન્ટ્રાક્ટરનું ગેસ ગૂંગળામણથી કરૂણમોત

પિતા પરત નહીં આવતા પુત્ર પણ ભૂગર્ભમાં ઉતર્યો :બંને પાછા ન આવતા ખુદ કોન્ટ્રાકટર ઉતર્યા

સુરતઃશહેરનાં પીપલોદ વિસ્તારમાં આવેલા મલ્હાર કોમ્પ્લેક્ષ પાસે ડ્રેનેજ લાઈનનાં કામકાજ માટે સફાઈ માટે ઉતરેલા પિતા-પુત્ર અને કોન્ટ્રાક્ટરનું ગેસ ગૂંગળામણથી મોત નિપજતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
  
અંગેની વિગત મુજબ ડ્રેનેજ લાઈનની સફાઈ માટે સૌથી પહેલાં 40 વર્ષીય રાજુભાઇ ડાંગી ઉતર્યા હતાં.જે પરત આવતા ચિંતિત બનેલો 19 વર્ષીય તેમનો પુત્ર સુનિલ ડાંગી ભૂગર્ભમાં ઉતર્યો હતો. જે ઘણો સમય થઈ જતાં પાછો આવતા ખુદ કોન્ટ્રાકટર કાળુભાઇ તેમને જોવા ઉતર્યા હતાં. જો કે તેઓ પણ પરત આવતા આસપાસનાં લોકો અને મજૂરોને શંકા જતાં તેમણે ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

   ફાયરનાં માણસોએ સ્થળ પર પહોંચીને ત્રણેયનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. જેમને 108ની મદદથી પોસ્ટમોર્ટમ માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં. ઘટનાની ગંભીરતા જોતાં સ્થાનિક કોર્પોરેટર, પાલિકાનાં અધિકારીઓ તેમજ ઉમરા પીઆઇ સહિત એસીપી અને ડીસીપી પણ સિવિલ દોડી આવ્યાં હતાં.

   અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એવો કાયદો પસાર કરવામાં આવ્યો છે કે જેમાં ડ્રેનેજ લાઈનનું કોઈ પણ પ્રકારનાં કામ મેન્યુઅલી નહીં પણ મશીનરીથી કરાવવા જોઈએ. જો મેન્યુઅલી કરાવવાનાં થાય તો તેમાં પણ સલામતીનાં ધોરણો જળવાઈ રહે. જેમાં સફાઈ કરવા ઉતરનારને માસ્ક, સેફટી બેલ્ટ, ટોર્ચ લાઈટ સહિતની સુવિધાઓ આપવી જરૂરી છે.

જો કે મોટે ભાગે આવા કાયદાનું પાલન કોઈ પણ કોન્ટ્રાકટર દ્વારા થતું નથી. એટલું નહીં મહાનગરપાલિકા દ્વારા પણ બાબતે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. જેથી આવી ઘટનાઓ બને છે. ત્યારે સમગ્ર મામલે કોન્ટ્રાકટર કીર્તિ કનેક્શનનાં મૂળજી રાઠોડ અને અન્ય બે પેટા કોન્ટ્રાકટર નિલેશ અને નરેશની સામે ગુનો નોંધવાનો પણ આદેશ અપાયો છે.

(12:08 am IST)