Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

ડાયમંડ પાવરના અમિત ભટનાગર,તેના ભાઈ સુમિત અને પિતા સુરેશ ભટનાગરને 9 દિવસના રિમાન્ડ મંજુર

આરોપીએ તપાસમાં સહકાર આપતા નથી:સીબીઆઈની દલીલ

 

અમદાવાદ: સીબીઆઇ કોર્ટ ખાતે ડાયમંડ પાવરના એમડી અમિત ભટનાગર, તેમના ભાઈ સુમિત અને પિતા સુરેશ ભટનાગરને રજૂ કરાયા હતા સીબીઆઇ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગણી કરી અને રિમાન્ડની માગણીના ટેકામાં સીબીઆઇ દ્વારા દલીલ કરાઈ હતી કે કેસમાં જાહેર સેવકો (બેંકના અધિકારીઓ) તથા ખાનગી વ્યક્તિઓ પણ સંડોવાયેલી છે. આરોપીએ તપાસમાં સહકાર આપતા નથી, તેથી રિમાન્ડ મેળવવા જરૃરી છે. કોર્ટે તમામ આરોપીઓના 9 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે.

બીજી તરફ સુરેશ ભટનાગર તરફે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, તેમને ત્રણ વખત હાર્ટ એટેક આવ્યો છે. આરોપીઓ સામે માત્ર દસ્તાવેજી પુરાવા છે.

      સીબીઆઇની કાર્યવાહીનો ઘટનાક્રમ :

  • તા. 26 માર્ચે CBI અમિત, સુમિત અને સુરેશ ભટનાગર અને મળતિયા વિરુદ્વ ગુનો નોંધ્યો -
  • તા. 5 એપ્રિલે અમિત ભટનાગરની ઓફિસ અને ઘરે CBI દરોડા પાડયાં
  • તા. 9 એપ્રિલે ભટનાગરની ગોરવા ખાતેની કોર્પોરેટ ઓફિસ, રણોલી અને સમલાયાની ફેક્ટરીઓ, નિઝામપુરા ગ્રીન હાઉસ સોસાયટી અને ન્યૂ અલકાપુરી ખાતેના નિવાસસ્થાનો મળી સ્થળે ઇડીએ દરોડા પાડયાં હતા.
  • તા.10 એપ્રિલે ઇન્કમટેક્સ વિભાગે ભટનાગરની કંપની ખાતે દરોડા રેઇડ કરી હતી. કોર્પોરેટ ઓફિસમાંથી વાંધાજનક દસ્તાવેજો તેમજ 3 લાખની રોકડ, રૃ.40 લાખના ઘરેણાં જપ્ત કર્યા હતા. -
  • તા.15 એપ્રિલે ભટનાગર ત્રિપુટીને પકડવા CBI મોટી હોટલો તેમજ ફાર્મહાઉસોમાં દરોડા પાડયાં હતા.
  • તા. 17 એપ્રિલે CBI અને એટીએસએ ભેગાં મળી ઉદેપુરથી સુરેશ, અમિત અને સુમિત ભટનાગરની ધરપકડ કરી હતી.
(11:59 pm IST)