Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

વલસાડમાં બુટલેગરો દ્વારા પોલીસ ઉપર કાર ચડાવી દઇ જીવલેણ હૂમલોઃ બે રાઉન્‍ડ ફાયરીંગ

વલસાડઃ ધરમપુરના વાંકલ ગામ નજીક બની હતી. જેમાં આરોપીઓએ પોલીસ પર જ કાર ચઢાવીને જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં પોલીસે આરોપીઓ વચ્ચે ઘર્ષણ થતાં ફિલ્મી દ્રશ્યો સર્જાય હતા.

ઉલ્લેખનીય છે કે પોલીસે દારૂનાં કેસમાં આરોપીઓને ઝડપવા માટેનો પ્લાન કર્યો હતો. પરંતુ જ્યારે પોલીસે વલસાડમાં આવેલ ધરમપુરનાં વાંકલ ગામ નજીક આરોપીઓને ઝડપવાની કોશિશ કરી હતી. અને દારૂ ભરેલી કાર રોકવા માટે પ્રયત્ન કર્યા હતા. પરંતુ બેખૌફ બનેલા બુટલેગરોએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેમાં પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. અને બુટલેગરો દારૂ ભરેલી કાર મૂકીને ફરાર થઈ ગયા હતા. હાલ તો પોલીસે આ બુટલેગરો વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(8:05 pm IST)