Gujarati News

Gujarati News

News of Sunday, 31st December 2017

ઉત્તરાયણ પછી ગુજરાતના રાજકારણમાં જબરજસ્ત ઉથલપાથલ રૂપાણી આખી ટર્મ પુરી કરે તેવા ચાન્‍સ ઓછા: જયોતિષીઓ

અમદાવાદ :  ગુજરાતની વિધાનસભાની ચૂંટણી આખરે પૂરી થઈ છે. ભાજપે 99 બેઠકો જીતીને સરકાર બનાવી લીધી છે, અને નવી સરકારની શપથવિધિ બાદ મંત્રીઓને ખાતા ફાળવણી પણ થઈ ગઈ છે. જોકે, નીતિન પટેલની નારાજગી સાથે જ સરકાર બનતા જ ડખો શરુ થઈ ગયો છે. તેવામાં જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો, આ વખતે રુપાણી પોતાની આખી ટર્મ પૂરી કરે તેવા ચાન્સ ઘણા ઓછા છે.

15મી ડિસેમ્બરે સૂર્યદેવ ધન રાશિમાં પ્રવેશી ગયા છે. ધન રાશિમાં પહેલેથી જ શનિ મહારાજ બિરાજમાન છે. શનિ-સૂર્યનો આ સંયોગ જોતા હવે ગુજરાતના જે પણ મુખ્યમંત્રી બનશે તે પોતાની ટર્મ પૂરી નહિ કરી શકે તેવુ લાગી રહ્યું છે. વળી, ગુજરાતના ચૂંટણીના પરિણામો 18 ડિસેમ્બરે જાહેર થયા છે. આ દિવસે સોમવતી અમાસ હોવાથી તેની પણ અસર ગુજરાતમાં હવે બનનારી સરકાર પર પડશે.

પ્રથમ તબક્કાની ચૂંટણી જે દિવસે યોજાઈ તેના ગ્રહો અને બીજા તબક્કાની ચૂંટણીના દિવસના ગ્રહોની સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે નવી સરકારમાં મુખ્યમંત્રી તેમનો કાર્યકાળ પૂરો નહિ કરી શકે. ગઈ સરકારમાં પણ ત્રણ-ત્રણ મુખ્યમંત્રી બદલાયા છે. ત્યારે આ વખતે પણ વિજય રુપાણી માટે સ્થિતિ સરળ નહીં હોય તેમ ગ્રહો સૂચવી રહ્યા છે.

જ્યતિષ શાસ્ત્રની દૃષ્ટિએ 14 જાન્યુઆરી 2018 પછી ગુજરાતના રાજકારણમાં જબરદસ્ત ઉથલપાથલ સર્જાશે. ત્રણ મહિના સુધી ગુજરાતના રાજકારણમાં ગરમાગરમીનો માહોલ રહેશે. જે પણ પક્ષ સત્તા પર આવશે તે પાંચ વર્ષ સુધી ગુજરાત પર રાજ નહિ કરી શકે.

ગયા પાંચ વર્ષનો ગુજરાતની સરકારનો કાર્યકાળ જુઓ તો ચૂંટણી બાદ નિયુક્ત ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ગ્રહયોગોને કારણે વડાપ્રધાનપદ મળ્યુ અને તેમની ચડતી થઈ. જ્યારે પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનેલા આનંદીબેન પટેલને છત્રભંગ યોગનો સામનો કરવો પડ્યો. વિજય રૂપાણીએ ત્રીજા મુખ્યમંત્રી તરીકે સત્તા સંભાળી પરંતુ તેમને સત્તા ટકાવવા માટે સતત સંઘર્ષ કરવો પડ્યો છે.

(10:56 am IST)