Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

કેવડિયાથી સુરત સી પ્લેનની સફરની વિચારણા ટિકીટને લઈ સ્પાઈસ જેટના ચેરમેને કર્યો ખુલાસો

ભાડું 1500 થી લઈ 5000 સુધીની ટિકિટ હશે.:30 ટકા બેઠકો ઉડાન યોજના અંતર્ગત રહેશે.

અમદાવાદ : વડાપ્રધાન મોદી દ્વારા સી-પ્લેનનો પ્રારંભ કર્યો છે,અમદાવાદથી કેવડિયા માટે સી-પ્લેનનું ભાડુ કેટલું રાખવામાં આવશે તેને લઇને સ્પાઇસ જેટના ચેરમેને ખુલાસો કર્યો છે સી -પ્લેનનું ભાડું નક્કી નહી કરી શકાય તે બદલાતું રહેશે.અત્યાર સુધી 1500 થી વધુ લોકોએ ટિકીટ માટે ઈન્ક્વાયરી કરી છે તેવુ સ્પાઈસ જેટના સીએમડી અજય સિંગે જણાવ્યું છે. ત્યારે આ પ્રતિસાદ બહુ જ સારો કહેવાય. તો બીજી તરફ કેવડિયાથી સુરતના રુટની સી પ્લેનની સફરની વિચારણા પણ ચાલી રહી છે તેવુ તેઓએ જણાવ્યું છે.

આ અંગે સ્પાઈસ જેટના સીએમડી અજય સિંગે વધુમાં જણાવ્યું હતું કે, કેવડિયાથી સુરત સુધીના રૂટની વિચારણા ચાલી રહી છે અને લોકોનો સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. સી પ્લેનમા 18 સીટ છે જેમા 15 બેઠક માટે મળશે. સી પ્લેનનું ભાડું 1500 થી લઈ 5000 સુધીની ટિકિટ હશે. 30 ટકા બેઠકો ઉડાન યોજના અંતર્ગત રહેશે.

તેમણે તેઓ આશાવાદ પણ વ્યક્ત કર્યો કે, દેશના બીજા ભાગોમાં પણ શરૂઆત કરીશું. ભારતમાં અનેક ટુરિસ્ટ સ્પોટ છે, જ્યાં હવાઈ અને રોડ સેવા નથી, ઝીલ નદીના સહારે એક શરૂઆત કરી શકાશે. આ સામાન્ય ફલાઇટ નથી, લો હાઈટ પર ઉડે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટિની નજીકથી પસાર થાય છે, સારા દ્રશ્યો સી પ્લેનથી મળે છે. ઘણા રાજ્યોએ આ પ્લેનની માગ કરી છે. અંદામાનમાં પોર્ટબ્લેર સુધી, દિલ્હીથી હરિદ્વાર કે ઋષિકેશ, ઉદયપુરમાં ડલ લેક, લેહ, સુંદરવનમાં આ પ્રયાસો કરી શકાશે.

સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનારા માટે અમદાવાદથી સી-પ્લેનની સવલત ઊભી કરી દેવામાં આવી છે. એકલા અમદાવાદ જ નહિ પરંતુ અન્ય ત્રણ જગ્યાએથી કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે સી-પ્લેનની સુવિધા શરૃ કરાશે તેવી માહિતી પણ સામે આવી રહી છે.

 

(10:15 pm IST)
  • દેશની તમામ સૈનિક સ્કૂલોમાં ઓબીસી માટે 27 ટકા અનામત : કેન્દ્ર સરકારની લીલી ઝંડી : નવા સત્રથી અમલ access_time 10:58 am IST

  • લવ જેહાદ કરવાવાળા સુધરી જાવ ,નહીં તો ' રામ નામ સત્ય છે ' ની યાત્રા નીકળશે : હાઇકોર્ટની ટિપ્પણી બાદ ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કડક ચેતવણી : બહેન દીકરીઓની જિંદગી સાથે રમત કરનારાઓને માફ નહીં કરાય access_time 6:06 pm IST

  • ફાયનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણને મારા પ્રત્યે પૂર્વગ્રહ હતો : મારી બદલી તેમણે વિદ્યુત ડિપાર્ટમેન્ટમાં કરી નાખી : પૂર્વ ફાયનાન્સ મિનિસ્ટર અરુણ જેટલી સાથે મારે સારા સબંધ હતા : નિર્મલા સીતારમણના અમુક નિર્ણયો જેવા કે આરબીઆઇ સાથેનો વહેવાર ,નોન બેન્કિંગ કંપનીઓ માટે પેકેજ ,ક્રેડિટ ગેરંટી યોજના સહિતની બાબતે અમારે મતભેદ હતો : તેથી મેં એક વર્ષ વહેલી નિવૃત્તિ લઇ લીધી : સીનીઅર આઈ એ એસ નિવૃત ઓફિસર સુભાષચંદ્ર ગર્ગે નિવૃત થયાના એક વર્ષ પછી મોઢું ખોલ્યું access_time 6:46 pm IST