Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

બનાસકાંઠાના થરાદમાં માનવતાને શર્મસાર કરતી ઘટનાઃ પ્રેમી સાથે નાસી ગયેલ પરિણીતાએ રંગરેલીયામાં બાધારૂપ બનેલ દોઢ વર્ષના બાળકને મોતને ઘાટ ઉતાર્યો

થરાદ: બનાસકાંઠાના થરાદમાં ફરી એકવાર માનવતાને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે. જેમાં એક પરણીત મહિલા તેને પ્રેમિકા સાથે નાસી ગયા બાદ તેનો દોઢ વર્ષનો રડતું બાળક અડચણરૂપ બનતા તેની ગળું દબાવી હત્યા કરી હોવાની ઘટના બની છે. બનાવને પગલે થરાદ પોલીસે હત્યારી  માતા સાહિત તેના પ્રેમીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર, બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદ તાલુકાના ચારડા ગામે રહેતા ભરત ઠાકોરના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ પીરગઢ ગામરે રહેતી મંજુલા ઠાકોર સાથે થયા હતા. દાંપત્યજીવન દરમ્યાન બન્નેને સંતાનમાં એક પુત્રની પ્રાપ્તિ પણ થઈ હતી, બે દિવસ અગાઉ ભરતભાઈ તેમની પત્ની અને દોઢ વર્ષનો પુત્ર રવિ ઉર્ફે સંદીપ માતાજી ના નૈવેધ કરવા તેમના વતન બુકણા ગામે માટે ગયા હતા. મોડી સાંજે પરત પોતાના ઘરે આવ્યા બાદ તેની પત્ની પેશાબ કરવાનું બહાને બહાર જઈ તેના પ્રેમી ઉદા માજીરાણાના બાઈક પર બેસીએ ત્યાંથી નાસી ગઈ હતી.

આ સમયે ભરતભાઈ ઠાકોરે બૂમાબૂમ કરી હતી પરંતુ ત્યાં સુધીમાં તો તેની પત્ની દોઢ વર્ષના પુત્રને લઈને તેના પ્રેમિના બાઇક પર બેસીને નાસી ગઈ હતી, બાદમાં ભરતભાઈ અને તેમના પરિવારજનોએ સતત બે દિવસ સુધી તેની શોધખોળ કરી હતી, તેમ છતાં પણ તેમની પત્ની ન મળતા આખરે તેઓ પીરગઢ ગામે તેમની સાસરીમાં બેઠા હતા તે સમયે સમાજના કેટલાક આગેવાનો ગાડીમાં તેમની પત્ની અને મૃત બાળકને મુકવા માટે આવ્યા હતા, બાળકના મૃત્યુ અંગે પૂછતા તેની પત્ની મંજુલા તેના પ્રેમીના ઘરમાં હતી તે સમયે તેનો દોઢ વર્ષનો પુત્ર રવિ ઉર્ફે સંદીપ વારંવાર રડ રડ કરતો હતો.

આજુબાજુના લોકોને ખબર ના પડી જાય તે માટે અડચણરૂપ બનેલા બાળકનું મોઢું દબાવ્યું હતું. જ્યારે તેના પ્રેમીએ તેની ગળું દબાવીને બંને એ આ બાળકનું હત્યા કરી હતી, જે અંગે ભરતભાઈએ ફરિયાદ નોંધાવતા થરાદ પોલીસે તેની પત્ની મંજુલા અને તેનો પ્રેમી ઉદા અમીસંગભાઈ માજીરાણા સામે હત્યાનો ગુનો નોંધી બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

(5:06 pm IST)
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલ 1 નવેમ્બરના રોજ બિહારના પ્રવાસે : છપરા , સમસ્તીપુર ,પૂર્વ તથા પશ્ચિમ ચંપારણમાં ચૂંટણી સભા સંબોધશે : મુખ્યમંત્રી નીતિશકુમાર ,તથા જેડીયુ રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે જોડાશે : પોલીસ ડિપાર્ટમેન્ટ ,બોમ્બ નિરોધક સ્ક્વોડ ,સહિતની ટિમો સુરક્ષા માટે સંપૂર્ણ સજ્જ access_time 8:31 pm IST

  • અમેરીકામાં એક જ દિવસમાં ૧ લાખ ઉપર નવા કોરોના કેસ નોંધાયા : ગઇરાત સુધીમાં ૧,૦૧,૪૬૧ કોવિડ કેસઃ એક જ દિવસમાં થયેલ વિશ્વભરમાં આ સૌથી મોટો આંકડો છેઃ ૧૭ સપ્ટેમ્બરે ભારતમાં એક જ દિવસમાં એક લાખ નજીક (૯૭,૮૯૪ કેસ નોંધાયા હતા) access_time 12:40 pm IST

  • રાજ્યના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘ આજે વયમર્યાદાના કારણે ગૃહ વિભાગમાંથી નિવૃત્ત થતા સરકારે તેમને રાજ્યના વિજીલન્સ કમિશનર તરીકે નિમણુંક આપી છેઃ અત્યાર સુધી આ જગ્યાનો વધારાનો હવાલો તેમની પાસે હતોઃ સંગીતા સિંઘને લાગુ પડતો વિગતવાર હૂકમ હવે પછી થશે access_time 5:11 pm IST