Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

ગાંધીનગર નજીક વાવોલ-પુન્દ્રાસણ રોડ પાસે પ્લોટની સ્કીમ મૂકી લોકો સાથે છેતરપિંડી આચરનાર ઠગને પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી

ગાંધીનગર:શહેર નજીક આવેલા વાવોલ-પુન્દ્રાસણ રોડ ઉપર પ્લોટની સ્કીમ મુકીને સંખ્યાબંધ ગ્રાહકો  પાસેથી મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ૧ર૦ કૌભાંડના સંદર્ભે પેથાપુર પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. ત્યારે ગુનામાં ફરાર વધુ એક આરોપી અડાલજ પાસે હોવાની બાતમીના આધારે ગાંધીનગર એલસીબીની ટીમે તેને ઝડપી પાડયો હતો અને તેની ધરપકડ કરી હવે રીમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. જેમાં અડધોઅડધ રૂપિયાની છેતરપીંડી આરોપીએ કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે

લોકોને સસ્તા દરે પ્લોટ આપવાના બહાને ઉર્જાનગર સોસાયટી મકાન નં.૯૬ રાંદેસણ ખાતે રહેતા કેસરીસિંહ શિવસિંહ ચૌહાણે વિદ્યુતનગર ટાઉનશીપના નામે પેમ્પલેટ છપાવીને નવી ટાઉનશીપ ઉભી કરવાની જાહેરાત કરી હતી. વર્ષ ર૦૧૧માં ટાઉનશીપમાં પ્લોટ મેળવવા માટે લોકોનો રીતસર ધસારો જોવા મળ્યો હતો. સભાસદ તરીકે નોંધણી માટે ૧૧ હજાર રૂપિયા ડીપોઝીટ રાખવામાં આવી હતી અને ત્યારબાદ ૧૧૦, ૧ર૦, ૧૪૦ અને ર૦૦ ચો.વારના પ્લોટ મેળવવા માટે ચેક અને રોકડથી રૂપિયા ઉઘરાવવામાં આવતા હતા. જોતજોતામાં ૯૦૦૦ જેટલા સભાસદોએ ટાઉનશીપમાં પ્લોટ મેળવવા માટે ડીપોઝીટ જમા કરાવી દીધી હતી. માર્ચ ર૦૧૧થી એકપણ સભાસદને પ્લોટ નહીં મળતાં તેમને છેતરપીંડીનો અહેસાસ થયો હતો અને સંદર્ભે પેથાપુર પોલીસે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધ્યો હતો. ત્યારે કૌભાંડમાં પોલીસે અશોકભાઈ ભવાનભાઈ પટેલ અને પ્રવિણભાઈ ભીખાભાઈ પાનસરીયાની ધરપકડ પણ જેતે સમયે કરી હતી. ત્યારે ગાંધીનગર એલસીબી પીઆઈ જે.જી.વાઘેલાને બાતમી મળી હતી કે ગુનાનો નાસતો ફરતો આરોપી હેમલ મનુભાઈ પટેલ રહે.હેમલ મનુભાઈ પટેલ રહે. પ્લોટ નં.૭૪૬/, સે-/બી અડાલજ બાલાપીર સર્કલ પાસેથી પસાર થનાર છે જે બાતમીના આધારે તેને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસના દાવા પ્રમાણે સભાસદોના પ્લોટ માટે ભરાયેલા ૧ર૦ કરોડમાંથી ૬૦ કરોડ જેટલી રકમ તેણે વિશ્વાસઘાતથી મેળવી હતી. ગુનો નોંધાયો ત્યારથી તે નાસતો ફરતો હતો. હાલ તેના રીમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે

(4:52 pm IST)
  • કોરોનાએ ભયાનક ફુંફાડો માર્યો : બુધવારથી સમગ્ર ઇંગ્લેન્ડમાં લોકડાઉન લાદી દેવાશે તેવા હેવાલોઃ ઇંગ્લેન્ડના પીએમ બોરીસ જોન્સન ગંભીરતા પૂર્વક વિચારે છેઃ ટાઇમ્સ : અત્યારે વિશ્વમાં જર્મની (આવતા અઠવાડીયાથી), ફ્રાન્સ, બેલ્જીયમ, ઝેક, રીપબ્લીક, આયરલેન્ડ, યુ.કે. (ઉત્તરીય આયરલેન્ડ) અને વેલ્સમાં લોકડાઉન પ્રવર્તે છે. access_time 12:40 pm IST

  • ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની આજ 31 ઓક્ટોબરના રોજ પુણ્યતિથિ : 1984 ની સાલમાં હત્યા થઇ હતી : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી access_time 12:36 pm IST

  • ' ધ બેટલ ઓફ બિલોગિંગ ' : શશી થરૂર લિખિત પુસ્તકનું લોન્ચિંગ : હિન્દુત્વની નારાબાજી કટ્ટરતાની નિશાની : હિન્દુત્વ એ કોઈ ધાર્મિક નહીં પણ રાજકીય સિદ્ધાંત છે : ' હિન્દૂ ભારત ' એ દેશના લોકશાહી બંધારણ માટે પડકાર સમાન : હિન્દુત્વનું આંદોલન એ 1947 ની મુસ્લિમ સંપ્રદાયિકતાનું પ્રતિબિંબ : લોન્ચિંગ પ્રસંગે ઉદબોધન access_time 6:32 pm IST