Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે માતર તાલુકાના સંધાણા નજીક હોટલના પાર્કિંગમાંથી દારૂનો જથ્થો ઝડપી બે શખ્સોની ધરપકડ કરી

ખેડા: જિલ્લાના માતર તાલુકાના સંઘાણા ગામ નજીકથી પસાર થતા વડોદરા-અમદાવાદ નેશનલ હાઇવે રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો પસાર થવાનો હોવાની બાતમી મળી હતી.જે અનુસંઘાને પોલીસ ટીમે બાતમી આધારિત સ્થળે વોંચ ગોઠવી હતી.અને બાતમી આધારિત કન્ટેનર સંઘાણા ગામ નજીક આવેલ એક હોટલના પાર્કીંગમાથી ઝડપી પાડવામાં આવ્યુ હતુ.કન્ટેઇનરની તલાસી લેતા ૫૦૧ પુઠાના બોક્સમાં ભરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ બોટલો-૬૦૧૨ કિ.રૂા.૨૧,૬૩,૬૦૦,કન્ટેઇનર કિ.રૂા.૧૫,૦૦,૦૦૦,અંગઝડતી કરતા રૂા.,૬૧૦,મોબાઇલ ફોન નંગ- કિ.રૂા.૧૦,૦૦૦,જી.પી.એસ.ડીવાઇસ કિ.રૂા.૫૦૦ એમ મળી કુલ રૂા.૩૬,૭૬,૭૧૦ નો મૂદામાલ સાથે ગોગારામ પદમારામ તરડ અને ટીકમારામ ઉર્ફે ટીકુરામ જાણીને અટકાયત કરી હતી.

બનાવ અંગે પોલીસ ટીમે અન્ય ત્રણ વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.જેમાં વિદેશી દારૂનો જથ્થો હરીયાણા થી વાહન મારફતે મોકલનાર, જૂજારસિંહનો માણસ અને કંન્ટેનર ટેલર માલિક તથા ગુજરાતમાં વિદેશી દારૂ મંગાવનાર વ્યક્તિઓ વિરુધ્દ માતર પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(4:51 pm IST)
  • દેશમાં કોરોના કેસનો આંકડો 81 લાખને પાર પહોંચ્યો : જોકે નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,117 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 81,36,166 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,82,160 થયા:વધુ 59,005 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 74,30,911 રિકવર થયા :વધુ 550 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,681 થયો access_time 1:04 am IST

  • મુંબઈના ભીંડી બજાર વિસ્તારમાં કેટલાક દેશવિરોધી તત્વોએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોની તસવીરો રોડ ઉપર લગાડી છે. સેંકડો લોકો તેના ઉપરથી પસાર થઇ રહ્યા છે. આવા તત્વોની તાત્કાલિક ધરપકડ કરવા સોશિયલ મીડિયા ઉપર માગણી થઈ રહી છે. જાણીતા પત્રકાર શીલા ભટ્ટે ટ્વિટર હેન્ડલ ઉપર આ વીડિયો પણ મૂકી છે. access_time 2:38 pm IST

  • અમુક લોકો આતંકવાદના સમર્થનમાં ખુલ્લેઆમ બહાર આવ્યા છે : આ બાબત સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે : ' રાષ્ટ્રીય એકતા દિવસ ' નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું પ્રવચન : ફ્રાન્સમાં થયેલા આતંકી હુમલાને સમર્થન આપનાર લોકોને આડે હાથ લીધા : દેશના સૌપ્રથમ હોમ મિનિસ્ટર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસ નિમિતે સ્મૃતિ વંદના કરી : દેશની સુરક્ષા માટે સરહદ ઉપર લેવાઈ રહેલા પગલાંઓ વિષે માહિતી આપી access_time 10:38 am IST