Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

સુરતના સરથાણામાં યુવકને વ્યાજના નાણાં અંગે ધમકી આપનાર ફાઇનાન્સર સહીત એક સાગરિતની ફરિયાદના આધારે ધરપકડ કરવામાં આવી

સુરત: શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલીંગના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાને વ્યાજે લીધેલા રૂ.45 હજારની સામે પેનલ્ટી સાથે રૂ.60 હજારની માંગણી કરી ફાઇનાન્સર બે સાગરીતો મારફતે ધમકી આપતો હોય યુવાને અંગે સરથાણા પોલીસ મથકમાં ફાઇનાન્સર અને તેના બે સાગરીતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સરથાણા પોલીસે ફાઇનાન્સરના એક સાગરીતની ધરપકડ કરી છે.

પિયુષે કાપોદ્રા રામરાજય સોસાયટીમાં રહેતા અને વ્યાજનો ધંધો કરતા મુન્ના જોગરાણા પાસેથી રૂ.45 હજાર બે માસ માટે વ્યાજે લીધા હતા. જોકે, પિયુષે વ્યાજે લીધેલા રૂ.45 હજારની સામે પેનલ્ટી સાથે રૂ.60 હજારની માંગણી કરી ફાઇનાન્સર મુન્ના જોગરાણા તેના બે સાગરીતો ગોપી રાજપુત અને હીરલ ઉર્ફે હીરલો (બંને રહે. ઘનશ્યામનગર, મારૂતીચોક પાસે, વરાછા, સુરત) મારફતે છેલ્લા એક માસથી ફોન કરી બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. અંગે પિયુષે ગત 14 મી ના રોજ ત્રણેય વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

(4:50 pm IST)