Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

દિવાળીએ વિદેશને બદલે ઘરેલુ પર્યટન સ્થળોની પસંદગી સ્ટેચ્યુ ઓફ યુનિટ, કચ્છનું રણ, ગીરમાં રહેશે ધસારો

ગાંધીનગર : કોરોના મહામારીના લીધે આ વખતે ગુજરાતના પર્યટકો દિવાળી પર વિદેશને ઘરેલુ પર્યટન સ્થળોએ જવાનું પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટછ, કચ્છના રણ અને ગીરના અભ્યારણમાં પ્રવાસીઓનો ઘસારો રહેશે. તો ઘણાં પર્યટકો ગુજરાતની નજીકના રાજસ્થાનના જયપુર, ઉદયપુર, જેસલમેર જવાની ગણત્રીમાં છે. આ પર્યટકો બસ અને ટ્રનને બદલે પોતાના ખાનગી વાહનોમાં પ્રવાસની મજા લેશે.

ગુજરાતમાં સામાન્ય રીતે દિવાળી પછી ચારથી પાંચ દિવસ સુધી ધંધો બંધ કરીને લોકો વિદેશ અથવા દેશમાં ગોવા, કેરળ કે રાજસ્થાનમાં ફરવા જતા હોય છે. પણ આ વખતે કોરોનાનો ભય પ્રવાસીઓમાં પણ દેખાય છે. એકબાજુ વિદેશ જવા માટે ફલાઇટ નથી તો બીજી બાજુ કોરોના સંક્રમણનો પણ ભય હોવાથી પર્યટકો કોઇ જોખમ નથી લેવા માગતા એટલે ગુજરાતી પ્રવાસીઓ જાહેર વાહનોને બદલે ખાનગી વાહનોમાં ફરવાનું પસંદ કરી રહ્યા છે.

ટુર ઓપરેટરોનું કહેવું છે કે ગુજરાતમાં કચ્છ રણોત્સવ, દ્વારકા, સોમનાથ, કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણ ગીરનું સૌથી વધારે બુકીંગ થઇ રહ્યું છે. તો પાડોશી રાજ્ય રાજસ્થાના જેસલમેર, જોધપુર, જયપુર, ઉદયપુર અને કુંભલગઢ જવાનું લોકો વધારે પસંદ કરે છે. કચ્છ રણોત્સવ અને સાસણ ગીર અભયારણ્ય માટે એક હજારથી વધારે, દ્વારકા-સોમનાથ માટે ૧૫૦૦ થી વધારે અને કેવડીયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ૨૧૦૦ થી વધારે લોકોએ બુકીંગ કરાવ્યા છે.

સી પ્લેન બનશે આકર્ષણ રૂપ

આ વખતે દિવાળીની રજાઓમાં સી-પ્લેન આકર્ષણનું કેન્દ્ર બનશે. ૩૧ ઓકટોબર થી શરૂ થનારા આ સેવા માટે લોકોમાં ઘણો રોસ જોવા મળી રહ્યો છે. દેશમાં પહેલીવાર ગુજરાતમાં સી-પ્લેનની શરૂઆત થઇ રહી છે. ત્યારે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી પણ પ્રવાસીઓની પૂછપરછ આવી રહી છે. એક નવેમ્બરથી રાજ્યના પર્યટક સ્થળો ખુલવાના છે તેથી પર્યટનનો ધંધો ગતી પકડે તેવી આશા છે.

(3:08 pm IST)
  • લવ જેહાદ કરવાવાળા સુધરી જાવ ,નહીં તો ' રામ નામ સત્ય છે ' ની યાત્રા નીકળશે : હાઇકોર્ટની ટિપ્પણી બાદ ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કડક ચેતવણી : બહેન દીકરીઓની જિંદગી સાથે રમત કરનારાઓને માફ નહીં કરાય access_time 6:06 pm IST

  • અમુક લોકો આતંકવાદના સમર્થનમાં ખુલ્લેઆમ બહાર આવ્યા છે : આ બાબત સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે : ' રાષ્ટ્રીય એકતા દિવસ ' નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું પ્રવચન : ફ્રાન્સમાં થયેલા આતંકી હુમલાને સમર્થન આપનાર લોકોને આડે હાથ લીધા : દેશના સૌપ્રથમ હોમ મિનિસ્ટર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસ નિમિતે સ્મૃતિ વંદના કરી : દેશની સુરક્ષા માટે સરહદ ઉપર લેવાઈ રહેલા પગલાંઓ વિષે માહિતી આપી access_time 10:38 am IST

  • દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,698 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 81,81,864 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,71,213 થયા:વધુ 56,182 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 74, 87,093 રિકવર થયા :વધુ 454 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,22,135 થયો access_time 1:09 am IST