Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથવાર ૨ સરકારી તબીબો રિમાન્ડ પર.. કોરોના કાળમાં ટેન્ડરમા લાખો રૂપિયાના લાંચની ચર્ચા પરથી પડદો હટશે..

૮ લાખની લાંચ લેતા અગાઉ ૧૦ લાખની લાંચ અમદાવાદ સિવિલ ના ઇન્ચાર્જ આર.એમ.ઓ. તથા ઇન્ચાર્જ વહીવટી અધિકારીઓ લીધા છેઃ ૧૦ લાખ રી કવર કરવા માટે એસીબી વડા કેશવ કુમારના માર્ગદર્શન હેઠળની અનુભવી મદદનીશ નિયામક કે.સી. ચુડાસમા ટીમ સક્રિય : ૧ કરોડ ૧૮ લાખનું બિલ મંજુર કરવા પ્રથમ ૩૦ ટકા બાદ રકઝક અંતે ૧૬ લાખ નકકી કરવામાં આવેલઃ ૧૦ લાખ બે તબકકે લીધાનું એસીબી પાસે ફરીયાદની કબુલાતઃ રાજયભરની સિવીલ હોસ્પિટલ સામે એવા પ્રકારની ફરીયાદો સામે તપાસ કરવા ઉચ્ચ લેવલે ગંભીરતા પૂર્વક વિચારણા

રાજકોટઃ તા.૩૧, સમગ્ર ગુજરાતના તબીબી જગતમાં ખળભાટ મચાવનાર અમદાવાદ સિવિલ હોસ્પિટલના ૨ ડોકટરો કે જેમા ઇન્ચાર્જ આર.એમ.ઓ. તથા વહીવટી અધિકારીને ૮ લાખની લાંચ લેવાના ચકચારી મામલામાં એસીબી દ્વારા ઝડપી લેવાના પગલે તેવો દ્વારા આજ પ્રકરણમાં આ પહેલાં પણ દશ લાખની લાંચ લીધી હોવાના આરોપોની ખાતરી કરી ૧ં લાખની રકમ તેવો પાસેથી કબ્જે કરવા ૫ દિવસ ની રિમાન્ડ દરમિયાન કેવી સ્ફોટક વિગતો બહાર આવશે તે સામે સરકારી તથા ખાનગી તબીબો અને લોકોના તમામ વર્ગમાં આતુરતા ભરી મીટ છે.

 અત્રે યાદ રહે કે અમદાવાદની સોલ આ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ આર.એમ.ઓ. ડો. ઉપેન્દ્ર પટેલ તથા મેડિકલ ઓફિસર અને ઇન્ચાર્જ વહીવટી અધિકારી ડોકટર શૈલેષ કુમાર પટેલને રૂપિયા ૮ લાખની લાંચ લેવાના આરોપસર એસીબી વડા કેશ્વકુમરના માર્ગદર્શન હેઠળ રાજય પોલીસ તંત્રના બોહડા અનુભવી અધિકારી કે.બી.ચુડાસમાના સુપરવિઝન હેઠળ અમદાવાદ એસીબી પીઆઇ આર. જી. ચોધરી ટીમે ઝડપી લીધા હતા.

 આરોપી તબીબો સામે કોવીડ સહિતના દર્દીઓ માટે જમવા..ચા નાસ્તો અને પાણી પૂરું પાડવાનો કોન્ટેકટ રાખનાર આ પ્રકરણના ફરિયાદીના  દ્વારા ૧ કરોડ ૧૮ લાખનું જે બીલ રજૂ થયેલ તેમાં સૌ પ્રથમ ૩૦ ટકા લેખે રકમ મગાયા બાદ રકઝક અંતે ૧૬ ટકાની માંગ થયેલ.... ફરિયાદી પાસેથી ૨ તબક્કે ૧૦ લાખ લય લેવામાં આવ્યા છે. 

બાકીના ૬ લાખ તથા આ પ્રકરણના ફરિયાદીના ભાઈનું કેન્ટિંનનું ટેન્ડર ૩ વરસ માટે મંજૂર કરવા બીજા ૨ લાખ મળી ૮ લાખની લાંચ માંગણી થયાના મતલબની રજૂઆત ફરિયાદી દ્વારા એસીબી પાસે થયેલ હોય રિમાન્ડ દરમિયાન આ બાબતે પૂછપરછ ચાલી રહી હોવાનું એસીબી સૂત્રો એ 'અકિલા'ને જણાવ્યું છે.

 દરમ્યાન એસીબીના ટોચના સૂત્રો પાસેથી મળતાં નિર્દેશ મુજબ રાજય ભરની સિવિલ હાિેસ્ટલ સામે જયાં જયાં એવા આરોપ છે તે ની સામે પણ કાર્યવાહી કરવા એસીબી વડા કેશવ કુમાર દ્વારા નિર્દેશો આપવામાં આવ્યા છે.

(11:33 am IST)
  • દેશમાં કોરોના કેસનો આંકડો 81 લાખને પાર પહોંચ્યો : જોકે નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,117 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 81,36,166 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,82,160 થયા:વધુ 59,005 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 74,30,911 રિકવર થયા :વધુ 550 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,681 થયો access_time 1:04 am IST

  • ' ચિંતા કરતા નહીં ' : એજ્યુકેશન લોન ન ભરી શકો તો સરકાર દેવું માફ કરી દેશે : બિહાર ચૂંટણી સંદર્ભે મુખ્યમંત્રી નીતીશકુમારની મહત્વની ઘોષણાં access_time 8:23 pm IST

  • ' ધ બેટલ ઓફ બિલોગિંગ ' : શશી થરૂર લિખિત પુસ્તકનું લોન્ચિંગ : હિન્દુત્વની નારાબાજી કટ્ટરતાની નિશાની : હિન્દુત્વ એ કોઈ ધાર્મિક નહીં પણ રાજકીય સિદ્ધાંત છે : ' હિન્દૂ ભારત ' એ દેશના લોકશાહી બંધારણ માટે પડકાર સમાન : હિન્દુત્વનું આંદોલન એ 1947 ની મુસ્લિમ સંપ્રદાયિકતાનું પ્રતિબિંબ : લોન્ચિંગ પ્રસંગે ઉદબોધન access_time 6:32 pm IST