Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

વાપીમાં નવા રેલવે બ્રિજ અને અન્ડરબ્રિજ માટે અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી

કામગીરી દિવાળી બાદ હાથ ધરાય તેવા સંકેતો

વાપીના રેલવે ઓવરબ્રીજને નવો બનાવવાની અને અન્ડરબ્રિજની કામગીરી દિવાળી બાદ હાથ ધરાય તેવા સંકેતો મળ્યા છે. આ કામગીરી માટે વાપીમાં જૂનું 80 નંબરનું ફાટક હંગામી ધોરણે લાઇટ વ્હીકલ માટે ખુલ્લું કરી, હેવી વ્હીકલ માટે મોરાઇ અને મોહનગામ ફાટકથી ડાયર્વઝન ઝોન આપવામાં આવશે. તેવી વિગતો વાપીમાં રેલવે અધિકારીની મુલાકાત વેળાએ ચર્ચાયું હોવાનું જાણવા મળ્યું છે.

  વાપીમાં ટ્રાફીકની સમસ્યાને હલ કરવા જૂના રેલવે ઓવરબ્રિજને રાજય સરકાર અને રેલવે  વિભાગ દ્વારા તોડી નવો બનાવવાની મંજૂરી મળતા હવે દિવાળી બાદ રેલવે ઓવરબ્રિજની કામગીરીની શરૂઆત થાય તે પહેલા વાપી પૂર્વ અને પશ્વિમમાં જતા આવતા લોકો અને વાહનો માટેની વ્યવસ્થા ઉભી કરવા માટેની વ્યવસ્થા કરવી પડશે.

   નાગરીકો તથા દુકાનદારો અને જનપ્રતિનિધિઓની માંગને ધ્યાને લઇ સરકારી વહીવટી તંત્ર દ્વારા રેલવેના ઉચ્ચ અધિકારીઓ, વલસાડ રેલવેના અધિકારી, વાપી નગર પાલિકાના ટાઉન પ્લાનર કલ્પેશભાઇ શાહ, વલસાડ આર એન્ડ બી.ના કાર્યપાલક ઇજનેર અને વાપી આર.એન્ડ બીના નાયબ કાર્યપાલક ઇજનેર જતીનભાઇ પટેલ, વાપી સીટી મામલતદાર, વાપી રેલવે સ્ટેશનના આર એન્ડ બી વિભાગના ઇજનેરો તથા વલસાડ રેલવે વિભાગના ઇજનેર તથા અધિકારીઓ દ્વારા વાપી રેલવે ઓવરબ્રીજ અને જુના 80 નંબરના ફાટક તથા બલીઠા અને મોરાઇ ફાટકની મુલાકાત લઇ સ્થળ તપાસ કરી હતી

(11:27 am IST)