Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

ધ ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક” પોષણને સ્પર્શતા અનેકવિધ આયામો વિષે જાગૃતિ ફેલાવવા માટેનું સર્જનાત્મક સ્થળ

આરોગ્ય વનનું લોકાર્પણ કરતા પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કર્યું

અમદાવાદ : વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયાના સંકલિત વિકાસ માટેના વિવિધ 17 પ્રોજેકટસના લોકાર્પણ અને 4 નવા પ્રોજેકટના શિલાન્યાસ પ્રસંગે આજે પ્રથમ ચરણમાં આરોગ્ય વન, એકતા મોલ અને ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કનું, જીઓડેસિક હોમ એવીઅરી, જંગલ સફારી પાર્ક, બોટ રાઈડ અને એકતા મોલ, યુનિટી ગ્લો ગાર્ડન અને કેકટર્સ ગાર્ડનનું લોકાર્પણ કર્યું હતું.

 

   આરોગ્ય વનનું લોકાર્પણ કરતા પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, કેવડિયા સ્થિત “ધ ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક” પોષણને સ્પર્શતા અનેક વિધ આયામો વિષે જાગૃતિ ફેલાવવા માટેનું સર્જનાત્મક સ્થળ છે. અહીંનું એક મહત્વનું આકર્ષણ છે : ટ્રેન રાઈડ, જે તમને અલગ-અલગ સ્થળે લઇ જઈને વિવિધ આકર્ષણો દર્શાવશે. ”આરોગ્ય વન” નું લોકાર્પણ કરતા પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, ‘આ વન ભારતની ઔષધીય વૈભવના પ્રતીક સમાન છે. જ્યાં વિવિધ રોપાની સાથે ભારતની પ્રાચીન આયુર્વેદિક નીરોગિતાની પ્રણાલિકા તથા ઉત્તમ આરોગ્ય અંગેની જાણકારી પ્રાપ્ત કરવાનું સુંદર સ્થળ છે.’

(11:14 pm IST)