Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

પી.એમ.મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડીયાના ખાતે વિકાસ માટેના વિવિધ પ્રોજેકટસના લોકાર્પણ કર્યા

રાજયપાલ આચાર્ય દેવવ્રતજી,મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ખાસ ઉપસ્થિતિ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડીયાના સંકલિત વિકાસ માટેના વિવિધ ૧૭ પ્રોજેકટસના લોકાર્પણ અને ૪ નવા પ્રોજેકટના શિલાન્યાસ પ્રસંગે આજે પ્રથમ ચરણામાં આરોગ્યવન,એકતામોલ અને ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કનું લોકાર્પણ કર્યા હતા.આ વેળાએ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ જોડાયા હતા.

  પ્રધાનમંત્રી એ સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૪૫ મી જન્મ જયંતીના પૂર્વ દિવસે આ પ્રવાસન આકર્ષણ પ્રોજેક્ટ્સના લોકાર્પણ સંપન્ન કર્યા હતા.આ તમામ પ્રોજેકટસ  સ્ટેચ્યુ ઑફ યુનિટીના આકર્ષણમા વધારો કર્યો છે જે પ્રવાસીઓને આકર્ષવા અને માણવા માટે આહલાદક નજરાણા પુરવાર થશે.

 કેવડીયા ખાતે આ લોકાર્પણ પ્રસંગે રાજયના મુખ્ય સચિવ ડૉ.અનિલ મુકિમ અને વન વિભાગના અગ્ર સચિવ ડૉ.રાજીવ ગુપ્તા એ આ પ્રોજેકટ અંગે વિસ્તૃત માહિતી વડાપ્રધાનને આપી હતી.આ  બધા જ પ્રોજેકટ વિક્રમજનક સમયમાં પૂર્ણ થતા કેવડિયા  વિશ્વ સ્તરના એક પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે.જયાં કુટુંબના દરેક વયજૂથના સભ્યો માટે રસપ્રદ આકર્ષણો બની રહેશે.આરોગ્ય વનનું લોકાર્પણ કરતા પ્રધાનમંત્રી મોદીજીએ જણાવ્યું હતું કે,કેવડિયા સ્થિત " ધ ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક " પોષણને સ્પર્શતા અનેકવિધ  આયામો વિષે જાગૃતિ ફેલાવવા માટેનું સર્જનાત્મક સ્થળ છે. અહીંનું એક મહત્વનું આકર્ષણ છે : ટ્રેન રાઈડ,જે તમને અલગ અલગ સ્થળે લઇ જઈને વિવિધ આકર્પણો દર્શાવશે.

 ''આરોગ્ય વન '' નું લોકાર્પણ કરતા પ્રધાનમંત્રી મોદીજીએ ટ્વીટ કરતા જણાવ્યું હતું કે, 'આ વન ભારતની ઔષધીય વૈભવના પ્રતીક સમાન છે. જ્યાં વિવિધ રોપાની સાથે ભારતની પ્રાચીન આયુર્વેદિક નીરોગિતાની  પ્રણાલિકા તથા ઉત્તમ આરોગ્ય અંગેની જાણકારી પ્રાપ્ત કરવાનું  સુંદર સ્થળ છે " એકતા મોલના ઉદ્ઘાટન સમય વડાપ્રધાન મોદી અત્યંત રોમાંચ અનુભવતા હતા,આ સ્થળ વિષે શાબ્દિક નિરૂપણ કરતા તેમણે જણાવ્યું હતું કે,એકતા મોલ ભારતના વૈવિધ્ય પૂર્ણ હસ્તકલાના વારસાને એક જ સ્થળે પામવાનું સંગમ સ્થાન છે. અહીં વડાપ્રધાન મોદીએ જમ્મુ-કાશ્મીર, પૂર્વ ભારતના રાજ્યોએ નિરૂપિત કરેલા હસ્તકલાના નમૂનાને માણ્યા હતા.
  પ્રવાસ દરમિયાન ફળ-શાક ગૃહમ્, પાયોનગરી, અન્નપૂર્ણા, પોષણપુરમ્, સ્વસ્થ ભારતમ્ અને ન્યુટ્રી હંટ જેવા સ્ટેશનો આવે છે. આ સ્થળોમાં જુદી જુદી ૪૭ જેટલી ટેકનોલોજીનો ઉપયોગ કરી બાળકોને મનોરંજનની સાથે માહિતી મળે અને ‘‘સહિ પોષણ-દેશ રોશન’’ ચરિતાર્થ થાય તે પ્રયાસ કરવામાં આવ્યો છે.વધુમાં નાના-મોટા તમામ પ્રવાસીઓને મનોરંજન માટે મીરર મેઈઝ,5-D થિયેટર,ભૂલ-ભુલૈયાં પણ છે.

(10:36 pm IST)