Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

સાગબારાના મોવી પાસે મો.સા.સાથે સ્લીપ થઈ જનાર વ્યક્તિને ગંભીર ઇજા બાદ સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સાગબારાના મોવી ગામના કાંતીલાલ ઘેમાભાઈ વસાવા તેમની સ્પ્લેન્ડર મો.સા.નંબર GJ 22 J 8021 ની લઈને દાઢી બનાવવાનુ બ્લેડ લેવા નિકળેલા તે દરમ્યાન મોવીથી કમોદવાવ વાળા રસ્તા ઉપર આવેલ મગનભાઈ સુકાભાઈ વસાવાના ખેતર પાસેના નાળા પાસે મો.સા. પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી સ્લીપ ખવડાવી દઈ તેઓ મો.સા સાથે પડી જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પોહચાડી સારવાર દરમ્યાન પોતાનુ મોત નિપજાવી ગુનો કરતા આ બાબતે સાગબારા પોલીસે મૃતક કાંતિભાઈ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:05 pm IST)