Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

અવાજ-પોલ્યુશન ફ્રી ઇલેક્ટ્રીક નવું ચેતક આકર્ષણનું કેન્દ્ર બન્યું

ઇલેકટ્રીક સેગમેન્ટમાં નવું ચેતક ગુજરાતમાં લોન્ચ : અમદાવાદથી પૂણે સુધી ચેતક ઈલેક્ટ્રીક યાત્રાને લીલીઝંડી અપાઈ : નવા ઇલેકટ્રીક ચેતકમાં રિવર્સ ગિયરનું ફિચર્સ

અમદાવાદ, તા.૩૧  :વિશ્વભરમાં લોકપ્રિય ભારતીય બજાજ ઓટોએ એકદમ નવા ચેતકને ઈલેક્ટ્રીક અવતારમાં અમદાવાદમાં રજૂ કર્યુ છે. ચેતક ઈલેક્ટ્રીક યાત્રાના ત્રીજા તબક્કાને એકઝીકયુટીવ ડિરેક્ટર-બજાજ ઓટો રાકેશ શર્માએ લીલીઝંડી આપી હતી ત્યારે અવાજ વિનાનું, વાઇબ્રેશન વગર દોડતુ અને પોલ્યુશન ફ્રી એવું નવું ઇલેક્ટ્રીક ચેતક લોકોમાં બહુ મોટા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. અમદાવાદ પછી આ યાત્રા અન્ય મોટા શહેરોમાં તેમજ ગોવા પણ જશે અને ત્યારપછી આખરે પુણે પહોંચશે. નવા ઇલેક્ટ્રીક ચેતકને તા.૧૬ ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ નવી દિલ્હીમાં લોન્ચ કરાયુ ત્યારે ચેતક ઈલેક્ટ્રીક યાત્રાને કેન્દ્રીય વાહનવ્યવહાર મંત્રી  શ્રી નીતિન ગડકરી દ્વારા લીલીઝંડી અપાઈ હતી. ૨૦ ચેતક પરના સવારો ઉત્તરથી પશ્ચિમ ભારતમાં ૩૦૦૦ કિમી જેટલો પ્રવાસ કરશે અને આખરે પુણે  પહોંચશે. આ યાત્રા દિલ્હીથી જયપુર, ઉદયપુર અને ચિત્તોડગઢમાં ચેતક સ્મારક સુધીનો ૧૫૦૦ કિ.મીનો પ્રવાસ પૂર્ણ કરી આખરે અમદાવાદ આવી પહોંચી હતી.

                આ પ્રસંગે ઇલેક્ટ્રીક સેગમેન્ટમાં નવા ચેતકને લોન્ચીંગ કરતાં બજાજ ઓટોના એકઝીકયુટીવ ડિરેકટર રાકેશ શર્માએ જણાવ્યું હતું કે, ઓરિજિનલ ચેતક એક સ્કૂટર કરતાં વિશેષ હતું. તે વ્યક્તિગત પરિવહન અને ભારતીયોની પેઢીઓની અપેક્ષાઓ પરિપૂર્ણ કરનારું હતું. તેના ટોચના સમયે ચેતકે અભૂતપૂર્વ લોકપ્રિયતા મેળવી હતી અને ૧૦ વર્ષ સુધીનો વેઈટીંગ પીરીયડ તેના માટે રહેતો હતો એટલું જ નહીં તેની રિસેલ વેલ્યુ તેની ખરીદ કિંમત કરતાં વધુ રહેતી હતી. નોંધનીય છે કે, ભારતમાં ૧.૩ કરોડથી વધુ ચેતક વેચાયા હતા. તેની આ અતુલ્ય લોકપ્રિયતાથી જ હમારા બજાજની લાગણી ઉદભવી હતી. નવા ચેતકમાં, આ ટાઈમલેસનેસ અનોખી ડિટેઈલીંગ સાથે અપડેટ થયેલ છે, જેમાં પ્રિમિયમ મટિરિયલ્સ અને ફિનિશિસનો ઉપયોગ થયો છે અને આંખોને ગમે એવા છ રંગોની પસંદગી કરી શકાય છે જે અપેક્ષિત વિઝ્યુઅલ ડિલાઈટ અને ટચ અને ફિલ ક્વોલિટી પ્રાપ્ત કરવા માટે જાણીતું છે.

નવા ચેતકમાં હિપ્ટોનીક હોર્સશૂ આકારની એલઈડી હેડલાઈટ ડીઆરએલ સાથે છે, ફિધરટચ એક્ટિવેટેડ ઈલેક્ટ્રોનીક સ્વીચીસ અને સિક્વેન્શિયલ સ્ક્રોલિંગ એલઈડી બ્લીન્કર્સ તેમાં સામેલ છે. વિશાળ ડિજિટલ કોન્સોલમાં વાહનની માહિતી ક્રિસ્પ ક્લેરિટી સાથે જોવા મળે છે. વધુમાં, ફાઈન ક્રાફ્ટ્સમેનશીપ નાનામાં નાની ડિટેઈલ્સ દર્શાવે છે જેમકે હેન્ડરબાર ગ્રિપ્સ, લિવર અને મિરરથી લઈને સોફ્ટલી ખુલતા ગ્લવબોક્સ અને ડેમ્પ્ડ સીટ ક્લોઝર મીકેનીઝમમાં જોવા મળે છે. નવા ચેતકના હૃદયમાં આઈપી૬૭ રેટેડ હાઈટેક લિથિયમ આયોન બેટરી એનસીએ સેલ્સ સાથે છે. આ બેટરી સરળતાથી ઘરના સ્ટાન્ડર્ડ ૫-૧૫ એમ્પ. ઈલેક્ટ્રીક આઉટલેટથી ચાર્જ થઈ શકે છે. ઓનબોર્ડ ઈન્ટેલિજન્ટ બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ (આઈબીએમએસ) ચાર્જ અને ડિસ્ચાર્જને સરળતાથી કંટ્રોલ કરે છે. વધુમાં, સુંદર હોમ ચાર્જિગ સ્ટેશન પણ સામાન્ય કિંમતમાં ઉપલબ્ધ છે. ચેતક બે ડ્રાઈવ મોડ (ઈકો, સ્પોર્ટ) આપે છે અને રિવર્સ આસિસ્ટ મોડ તેમાં છે જે રાઈડરની તમામ માગને સંતોષે છે. રિજનરેટિવ બ્રેકિંગ વાયા ઈન્ટેલિજન્ટ બ્રેકિંગ સિસ્ટમ બ્રેકિંગ હીટને કાઈનેટિક ઊર્જામાં પરિવર્તિત કરીને તેની રેન્જ વધારે છે.

            ચેતક ફુલી કનેક્ટેડ રાઈડીંગ અનુભવ આપે છે જે ડેટા કમ્યુનિકેશન, સિક્યુરિટી અને યુઝર ઓથેન્ટિકેશન જેવા મોબિલિટી સોલ્યુશન્સ સાથે મળે છે જેનાથી ગ્રાહકો સરળ ઓનરશીપ અને રાઈડીંગ અનુભવ મેળવી શકે છે. મજબૂત ફ્રેમ ક્લેડ શીટ મેટલ બોડી પેનલ્સ સાથે અને ટ્યુબ્યુલર સિંગલ સાઈડેડ સસ્પેન્શન વેસ્ટથી ચેતક બીનશરતી ક્ષમતા અને ટકાઉપણું ધરાવે છે, જેના માટે તે પ્રખ્યાત છે. પાવરટ્રેન એ રીતે અનોખી સિંગલ સાઈડેડ કાસ્ટ એલ્યુમિનિયમ સ્વિંગ આર્મ ધરાવે છે જેમાં ટ્રેક્શન મોટર્સ છે જે વ્હીલને હાઈ એફિશિયન્સીયુક્ત ઓટોમેટેડ ગીઅર બોક્સથી સંચાલિત કરે છે. શાંત, ક્લીન, આરામદાયક અને સરળ સવારી, ભવ્ય છતાં સાદગીપૂર્ણ, મજબૂત છતાં રિફાઈન્ડ છે. નવું ચેતક અનોખા ડસ્ટફ્રી, ટેમ્પરેચરને અંકુશમાં રાખતી સુવિધા ચકન ખાતે નિર્માણ પે છે. નવું ચેતક ૨૦૨૦ સુધીમાં ભારતના સીમાડાઓને પણ ઓળંગી જશે અને યુરોપમાં સંબંધિત બજારો સુધી પહોંચશે.

(10:15 pm IST)