Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

કમોસમી વરસાદથી ખેડૂતો પર આફત :નુકશાનનો સર્વે નહિ પણ સરકારે રાહત પેકેજ જાહેર કરવું જોઈએ અમિત ચાવડા

સરકાર નિયમોની આંટીઘૂંટી કરીને ખેડૂતોને લાભથી વંચિત ન રાખે અને તાત્કાલિક ખાસ પેકેજની જાહેરાત કરે.

અમદાવાદ : રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતો પર આફત આવી છે ત્યારે સરકારે રાહત પેકેજ જહેર કરવું જોઈએ તેમ જણાવી ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકારને ખેડૂત વિરોધી ગણાવી છે

  અમિત ચાવડાએ કમોસમી વરસાદને લીધે થયેલા નુકસાન અંગે સર્વે કરવાને બદલે રાહત પેકેજ જાહેર કરવાની માંગણી કરી છે સરકારે સર્વે કરવાની કરેલી જાહેરાત અંગે જણાવતા અમિત ચાવડાએ કહ્યુ કે, "ભાજપની ખેડૂત વિરોધી નીતિઓને કારણે ખેડૂત પાયમાલ બન્યો છે. ખેડૂતો પર પડ્યા પર પાટું સમાન કમોસમી વરસાદ થયો છે. કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે.
અમિત ચાવડાએ વધુમાં કહ્યુ કે, "સરકાર ખાનગી વીમા કંપનીઓની વકીલાત બંધ કરે. ખેડૂતો ઉપર આફત આવી છે ત્યારે સરકારે ખાસ પેકેજની જાહેરાત કરવી જોઈએ. સરકારે જાહેરાતમાં જે નિયમોની આંટીઘૂટી નાખી છે તેના બદલે સહાય કરવી જોઈએ. સરકાર નિયમોની આંટીઘૂંટી કરીને ખેડૂતોને લાભથી વંચિત ન રાખે અને તાત્કાલિક ખાસ પેકેજની જાહેરાત કરે. ખેડૂતોને જેટલું નુકસાન થયું હોય તે પૂરેપૂરી સહાય ચુકવવામાં આવે."

(9:39 pm IST)