Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

સિવિલ સેવા એ દેશ-લોકોની સેવાનું ઉત્તમ કાર્ય છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

IAS-IPS પ્રોબેશનર્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન : સિવિલ સેવાને રાષ્ટ્રીય એકતાનું માધ્યમ સરદાર વલ્લભભાઇ પટેલનું ગણાવ્યું : જનના સાર્થક બદલાવ માટે ઇચ્છા શક્તિ જરૂરી

અમદાવાદ, તા.૩૧ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની એક દિવસની મુલાકાતે હતા. જ્યાં પીએમ મોદીએ પોબેશનર્સ સનદી અધિકારીઓને સંબોધન કર્યું હતું. જેમાં મોદીએ જણાવ્યું હતું કે, તમારી સામે જેટલી મોટી તક છે એટલી જ મોટી જવાબદારી પણ છે. અને તમારો નિર્ણય દેશની સેવા માટે હોવા જોઇએ. સિવિલ સેવાને રાષ્ટ્રીય એકતાનું માધ્યમ સરદાર વલ્લભભાઇ પટેલનું ગણાવ્યું હતું, સિવિલ સેવા એ દેશ અને નાગરિકોની સેવાનું ઉત્તમ કાર્ય છે અને તે નિભાવવાની તમને બહુમૂલ્ય તક છે. વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, સિવિલ સેવાનો પ્રારંભ એ દેશ સેવાનું કામ છે, હું તમને તમામને અંભિનંદન આપુ છુ. સરદાર પટેલે શીખવ્યું છે કે, સામાન્ય જનના સાર્થક બદલાવ માટે બુલંદ ઇચ્છા શક્તિ હોવી જરૂરી છે. તમારી સામે જેટલી મોટી તક છે એટલી જ મોટી જવાબદારી પણ છે. એક સમય હતો જ્યારે તમારા સિનિયર્સને અભાવમાં ચલાવવુ પડતુ હતુ,

                  રોડ, ટેલિફોન તમામનો અભાવ હતો. હાલ ભારત તેજીથી બદલાઇ રહ્યું છે, અભાવથી વિપુલતા તરફ દેશ આગળ વધી રહ્યો છે. આજે દેશમાં વિપુલ અન્નનો ભંડાર છે, આધુનિક ટેક્નોલોજી પણ ઉપલબ્ધ છે. મિત્રો તમે માત્ર નોકરી માટે નથી આવ્યા પરંતુ સેવા માટે આવ્યા છો, તે યાદ રાખજો. તમારા દરેક નિર્ણય અને સિગ્નેચરથી લાખો જીવન પ્રભાવિત થશે. તમારો નિર્ણય દેશની પ્રગતિના પથ પર આગળ વધારનારો હોય તે જરૂરી છે. તમારા ક્ષેત્રની જનતાની સમસ્યાનું સમાધાન કરો, જનતાનો ભરોસો તમને જીતશો તો જનતાની ભાગીદારી પણ વધી જશે અને જનતા તમારો વિશ્વાર કરશે. સોશ્યલ મીડિયાનો યોગ્ય ઉપયોગ કરીને લોકોનો ફિડબેક મેળવજો. તમારા યોગ્ય નિર્ણય માટે વિરોધીઓને પણ સાંભળજો અને તેની સમીક્ષા કરજો. ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વિકાસને ગતિ આપજો, અધિકારી તરીકે તમારૂ પ્રમાણિક હોવુ પણ જરૂરી છે.

                તમારા કમ્ફર્ટ ઝોનમાંથી નીકળીને લોકોને મળજો, તો જ તમે યોગ્ય નિર્ણયો લઇ શકશો. આપણે તમામ લોકોએ ભૂલવુ ન જોઇએ કે, હું આજે જે કંઇ પણ છુ, તે મારે દેશે આપ્યુ છે, સમાજે આપ્યું છે, અને કરોડો દેશવાસીઓએ આપ્યું છે. જે સુવિધાઓ મને મળી રહી છે તેમાં ગરીબના પરેસવાની સુગંધ છે. આ ગરીબોના આપણે ઋણી છીએ,અને તેમનું કરજ ચૂકવવાનો આપણી પાસે એક જ રસ્તો છે કે,આપણે આ લોકોની જીદંગીઆસાન બનાવીએ અને તેના માટે પ્રયત્ન કરીએ. સેવા પરમોધર્મથી લાખો જીવન પ્રભાવિત થયા છે.

(8:27 pm IST)