Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

આંતરરાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા વિરમગામમાં સરદાર વલ્લભભાઇ પટેલની 144મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ

સરદાર પટેલના સ્ટેચ્યુને માલ્યાર્પણ કરીને જય સરદાર, ભારત માતા કી જય ના સુત્રોચાર

વિરમગામ: દેશભરમાં અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની 144મી જન્મ જયંતિએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા ગોલવાડી દરવાજા પાસે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને માલ્યારપણ કરી જય સરદાર, ભારત માતા કી જય ના સુત્રોચાર કરવામાં આવ્યા હતા.

(7:44 pm IST)