Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

વિરમગામ-માંડલ તાલુકના ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડા અને કમોસમી વરસાદનો કહેર

એરંડા, કપાસ, કસુંબી, જુવાર સહિત પાક ને મોટાપાયે નુકશાન

વિરમગામ: અમદાવાદ જીલ્લાના વિરમગામ-માંડલ તાલુકના ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડા અને કમોસમી વરસાદ કહેર બની ત્રાટક્યો હતો. વાવાઝોડા અને કમોસમી માવઠા થી ટ્રેંટ,ઉખલોડ,દસલાણા,ભડાણા અશોકનગર સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે માવઠા થી ખેતરો મા ભારે નુકશાન હજારો હેક્ટર જમીનોમાંનો એરંડા, કપાસ, કસુંબી, જુવાર સહિત પાક ને મોટાપાયે નુકશાનનો અંદાજ છે.

  વિરમગામ તાલુકા ઉખલોડ,દસલાણા ટ્રેંટ,જુના પાઘર ગામમા 20 થી વઘુ કાચા મકાન અને 15 થી વઘુ વીજપોલ ઘરાસાઇ,અનેક મકાનોના પતરા ઉડ્યા હોવાનું જાણવા મળ્યું છે. વિરમગામ ના ઘારાસભ્ય લાખાભાઈ ભરવાડે,નાયબ મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી ,તલાટી,વીજ અઘિકારીઓ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીઘી અને નૂકશાન ના સર્વે ની કામગીરી  કરી યોગ્ય વળતર અપાવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(7:41 pm IST)