Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

સુરતના બીલીમોરામાં બ્રેન્ડેડ એકના એક વ્હાલસોયા પુત્રના પાંચ અંગનું દાન કરી પિતાએ અન્ય પાંચના બાળકોનો જીવ બચાવ્યો

સુરતઃ બીલીમોરામાં રહેતા સુથાર સમાજના પોતાના એકનો એક વ્હાલસોયા પુત્ર સમીર બ્રેનડેડ થતા પિતા અલ્પેશ મિસ્ત્રી અને પરિવારે તેનાં કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી હતી. નવ વર્ષનો સમીર ચોથા ધોરણમાં અભ્યાસ કરતો હતો પરંતુ તેના અંગોના દાન કરવાથી પાંચ લોકોની જીંદગીમાં નવી રોશની ફેલાઈ છે. બીલીમોરામાં લવલી બેગ્સ ના નામથી બેગ બનાવવાનું અને રીપેરીંગનું કામ કરતા સોનલબેન અને અલ્પેશ ચંદ્રકાંતભાઈ મિસ્ત્રીના એકના એક દીકરા સમીર હતો.સમીર ગત 21મી ઓક્ટોબરના રોજ પોતાના પિતાની દુકાન પાસે સાંજે સાડા સાત વાગ્યે રમતી વખતે દાદર પરથી પડી જતા તેને માથામાં ગંભીર ઈજાઓ થઇ હતી અને તે બેભાન થઇ ગયો હતો. સારવાર માટે તેને બીલીમોરામાં આવેલ શૈશવ હોસ્પિટલમાં લઇ જતા ડોક્ટરે તેને તપાસી સીટી સ્કેન કરાવવાની સલાહ આપી. સીટી સ્કેન કરાવતા જમણી બાજુના મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું અને મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું. આથી પરિવારજનોએ તેને તાત્કાલિક સુરતની એપલ હોસ્પીટલમાં ન્યૂરોસર્જન ડૉ. કે.સી જૈનની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી.

(5:18 pm IST)