Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

કપાસીયા ખોળના વેપારીઓ અને દલાલ સંગઠનનું તા.૯ ના મહાસંમેલન

જોલી વોટરપાર્ક, નેશનલ હાઇવે ચોટીલા ખાતે આયોજન : વજનમાં ઘટ, અખાદ્ય ચીજોની મીલાવટ સહીતના મુદ્દે અવાજ ઉઠાવાશે

રાજકોટ તા. ૩૧ : ઓલ ગુજરાત કપાસીયા ખોળના વેપારી મિત્રો દલાલોનું એક મહાસંમેલ તા. ૯ ના શનિવારે જોલી એન્જોય વોટર પાર્ક, ચોટીલા ચામુંડા માતાજી મંદિરે પાસે, અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે, ચોટીલા ખાતે યોજવામાં આવ્યુ છે.

ખાસ કરીને ગાય માતાઓને અને અન્ય પશુઓને અપાતા ખોળમાં થતી અખાદ્ય ચીજોની મીલાવટ, વજનમાં જોવા મળતી ઘટ સહીતના મુદ્દે જે અસંતોષ જોવા મળી રહ્યો છે તે બાબતે અવાજ ઉઠાવવા આ સંમેલન યોજવામાં આવ્યુ છે.

આ દુષણને સંપૂર્ણ નાબુદ કરવા સરકારી ઉચ્ચ અધિકારીઓ, રાજકીય આગેવાનોને સંમેલનમાં બોલાવી રજુઆતો કરાશે. મીટીંગ બાદ ગૌ ભકતો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે.

આ અમિયાનમાં ઓઇલ મિલર્સો, વેપારીઓ, દલાલ ભાઇઓ, ગૌશાળાના આગેવાનો, માલધારીઓ, કિશાન સંઘના આગેવાનો, ગૌ પ્રેમીઓએ જોડાવા જાહેર અનુરોધ ધરાયો છે. વધુ માહીતી માટે ઓલ ગુજરાત કેટલફુડ એન્ડ ઓઇલ કેક વેપારી એસો.ના  અવધેશ સેજપાલ મો.૯૪૨૬૨ ૧૬૮૬૦ નો સંપર્ક કરવા જણાવેલ છે.

(3:47 pm IST)