Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

દેશ આખો આજે સરદાર પટેલને વંદન કરી રહ્યો છે, સોનિયા-રાહુલ યાદ કરવાનું પણ ભૂલ્યા

ટવીટ કરી ફટકારતા મુખ્યમંત્રી વિજયભાઇ

રાજકોટઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે સરદાર પટેલ જયંતિ નિમિત્તે સરદાર પટેલને યાદ કરી શ્રધ્ધાંજલી પાઠવી છે. તેમણે સરદાર પટેલને કોંગ્રેસના ટોચના નેતાઓ ભૂલી ગયાના મતલબનો ટોણો ટ્વીટર મારફત માર્યો છે.

મુખ્યમંત્રીએ આજે ટ્વીટ કરી જણાવ્યુ છે કે આજે સમગ્ર દેશ મહાન સરદાર પટેલને તેમની જન્મ જયંતિ નિમિતે વંદન કરી રહ્યો છે, પરંતુ આશ્ચર્ય એ છે કે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તેમને શ્રધ્ધાંજલી આપવાનું સૌજન્ય પણ દાખવી શકયા નથી. ખરેખર આ રાષ્ટ્રીય પ્રતિભાની અવગણના છે.

(3:46 pm IST)