Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

બેદરકારીઃ સ્વચ્છતાની વાતો કરનારાઓ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેની ગંદકી દૂર કરી ન શકયા ! : કોંગ્રેસ

રાજકોટઃ. આજે દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ દેશભરમાં ઉજવાઈ રહી છે ત્યારે મ.ન.પા.ના તંત્ર વાહકોની ઘોરબેદરકારી છતી થયાનો આક્ષેપ કોંગી અગ્રણી પ્રભાતભાઈ ડાંગર તથા જાગૃતિબેન ડાંગરે કર્યો છે. આ અંગે તેઓએ નિવેદનમાં જણાવ્યુ છે કે બહુમાળી ભવન ચોક ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે સરદાર સરોવર (નર્મદા ડેમ)ની પ્રતિકૃતિનું પાણી ગંદુ સેવાળવાળુ થઈ ગયેલુ છે. જેમાં મચ્છરોનો ઉપદ્રવ છે, આસપાસ પણ ગંદકી છે. ગયા વર્ષે પણ આ જ સ્થિતિ હતી. આમ આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિએ પણ આ વિસ્તારમાં ગંદકી સાફ કરવામાં તંત્ર બેદરકાર રહ્યુ છે, ત્યારે સ્વચ્છતાની વાતો કરનારા કયાં છે ? તેવો સવાલ પ્રભાતભાઈ તથા જાગૃતિબેને ઉઠાવ્યો છે. તસ્વીરમાં પ્રતિમા પાસે ગંદુ-સેવાળવાળુ પાણી નજરે પડે છે.

(3:46 pm IST)