Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

વલ્લભભાઇ પટેલનું સ્વપ્ન નરેન્દ્રભાઇએ પુર્ણ કર્યુઃ વિજયભાઇ રૂપાણી

અમદાવાદનાં નગરવાલા સ્ટેડિયમથી એકતા દોડનુ પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રીઃ પ્રજાજનોને દેશ માટે જીવવાની હાકલઃ દેશની એકતા માટે અખંડિતતા માટે પ્રતિબધ્ધ થવાના સામુહિક શપથ

ગાંધીનગર, તા.૩૧: મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સરદાર જયંતીએ સરદાર સાહેબને ભાવાંજલિ અર્પતા કહ્યું કે ભારતના લોહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું અખંડ ભારતનું સપનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સાકાર કર્યું ર્છેં

ંસરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે અમદાવાદના નગરવાલા સ્ટેડિયમ ખાતેથી એકતા દોડના પ્રસ્થાન પ્રસંગે મુખ્યમંત્રીશ્રી સંબોધન કરી રહ્યા હર્તાં

ઙ્ગતેમણે જણાવ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજી એ કલમ ૩૭૦ દુર કરી કાશ્મીરને ભારતનો ભાગ બનાવી સરદાર સાહેબનું અધુરુ કામ પુરુ કર્યું.ઙ્ગઙ્ગ

મુખ્યમંત્રીશ્રીએઙ્ગ વડાપ્રધાનશ્રીની આજની કેવડિયા ખાતેની મુલાકાતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આજે સરદારની જયંતી પ્રસંગે એકતા દિવસે વડાપ્રધાનશ્રી ગુજરાતની ધરતી પર છે તે આનંદની વાત છે.ઙ્ગ

તેમણે ઉમેર્યુંઙ્ગ કે વડાપ્રધાનશ્રીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા – સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનાવી સરદાર પટેલનેઙ્ગ વિશ્વ ગૌરવ અપાવવાનું કામ કર્યું છે.ઙ્ગ

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે વડાપ્રધાનશ્રીએ 'અપના દેશ, અપની નીતિ'ના સૂત્રને સાકાર કર્યું છે અને દુનિયામાં ભારતને ગૌરવ અપાવ્યું છે.ઙ્ગ

તેમણે કહ્યું કે આપણે સૌએ જાતિ,જ્ઞાતિ અને ધર્મથી ઉપર ઉઠી એક ભારતીય બનીને રહેવું જોઈએ અને દેશ માટે જીવી જાણવું જોઈએ.ઙ્ગ

મુખ્યમંત્રી અને મહાનુભાવો એ દેશની એકતા માટે સૌને પ્રતિબધ્ધ થવાના એકતા શપથ પણ લેવડાવ્યા હતા.

ગૃહમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું કે આજનો આ પ્રસંગ ઐતિહાસિક છે.ઙ્ગ

કારણ કે સરદાર સાહેબે અખંડ ભારતનું નિર્માણ કર્યું હતુ, જયારે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ એ કલમ ૩૭૦ રદ કરી જમ્મુ-કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવ્યું છે. તેમણે ઉમેર્યું કે સરદાર સાહેબનું એક ભારત, શ્રેષ્ઠ ભારતનું સપનું સાકાર થઈ રહ્યું છે.ઙ્ગ

અમદાવાદ શહેરના મેયર શ્રી બીજલબહેન પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું અને સૌને રાષ્ટ્રીય એકતાના આ અવસરમાં જોડાવા માટે અપીલ કરી હતી. કાર્યક્રમના પ્રારંભમાં રન ફોર યુનિટી કાર્યક્રમ માટે બનાવવામાં આવેલી ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.

નોંધપાત્ર વાત એ છે કે વર્ષ ૨૦૧૪થી દર વર્ષે ૩૧ ઓકટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે અને જિલ્લા મથકોએ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવે છે.ઙ્ગ

આ સંદર્ભેઙ્ગ યોજાયેલી આ એકતા દોડમાં પોલીસ જવાનો, રમતવીરો અને શહેરના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ઙ્ગ

ઙ્ગઆ કાર્યક્રમમાં સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી,અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય નહેરા,પોલીસ કમિશનર શ્રી આશિષ ભાટીયા, અમદાવાદ ગ્રામ્યના એસ.પી. રાજેન્દ્ર અન્સારી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુ અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:40 pm IST)