Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

દાહોદમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરતા અરેરાટી

ત્રણેય સભ્યો પરથી ટ્રેન પસાર થઈ જતા શરીરના કટકે કટકા થઇ ગયા

દાહોદમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી છે. કોઈ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી છે પિતા, પુત્ર સહિત ત્રણ લોકોએ આત્મહત્યા કકરતા અરેરાટી ફેલાઈ છે આ ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે પહોંચ્યા હતા. પરિવારના ત્રણેય સભ્યો પરથી ટ્રેન પસાર થઈ જતા શરીરના કટકે કટકા થઈ ગયા હતા. આ પરિવારે કયા કારણસર આત્મહત્યા કરી તે અંગેની તપાસ દાહોદ રેલવે પોલીસ તેમજ ટાઉન પોલીસે હાથ ધરી છે.

(12:02 am IST)