Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

દિવાળીની રજા બાદ ટ્રાફિકના નિયમનનો થશે કડક અમલ : મુક્તિ મર્યાદા પૂર્ણ થતા હેલ્મેટ,પીયુસી નહિ હોય તો ફટકારશે મેમો ફાટશે

અમદાવાદ ; દિવાળીની રજાઓ બાદ પહેલી તારીખથી ટ્રાફિકના નિયમનનો કડક અમલ શરૂ થનાર છે સરકારે આરટીઓના કાયદામાં સરકારે 31 ઓક્ટોબર સુધી જ મુક્તિ મર્યાદા જાહેર કરી હતી..જેથી પહેલી તારીખથી જો હેલ્મેટ, પીયુસી સહિતની વસ્તુઓ નહીં હોય તો મેમો ફાટશે..અને દંડની રકમ પણ મોટી હશે.

                હેલ્મેટ પીયુસી અને એચએસઆરપીની મુદત સરકારે 15 ઓક્ટોબરથી લંબાવીને 31ઓક્ટબર કરી હતી..પરંતુ સરકાર આ મુક્તિ મર્યાદા લંબાવે તેવી કોઇ શક્યતા નથી. જૂના વાહનોમાં એચએસઆરપી લગાડવાની કામગીરી ચાલુ જ છે..પરંતુ હજુ પણ તમામ વાહનોમાં નવી એચએસઆરપી પ્લેટ લગાવવાનું શક્ય બન્યું નથી..પ્લેટ્સનો શોર્ટ સપ્લાય અને હજુ રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ હોવાથી એચએસઆરપી માટે સમયમર્યાદામાં વધારો કરે તેવી શક્યતા છે..આ ઉપરાંત વાહન ખરીદી વખતે કેટલાં ડીલર્સે ફ્રીમાં હેલ્મેટ આપ્યાં તેની ચકાસણી થશે..ટૂ-વ્હીલર ડીલર્સ વાહનના ખરીદદારોને હેલ્મેટ આપવાના સરકારી હુકમનો યોગ્યપણે પાલન ન કરતા હોવાનું સરકારે નોંધ્યું છે..સરકારે ફરજિયાત કર્યું હોવાથી દિવાળીની સિઝનમાં વાહન છોડાવનારા ગ્રાહકોને કેટલાં ડીલર્સે હેલ્મેટ ફ્રીમાં આપ્યાં તેની ચકાસણી સરકાર કરશે

   
(8:42 pm IST)