Gujarati News

Gujarati News

News of Thursday, 31st October 2019

મુખ્યમંત્રી રૂપાણી અમદાવાદ શાહીબાગ પોલીસ સ્ટેડિયમમા રાષ્ટ્રીય એકતા માટેની દોડ રન ફોર યુનિટીનો પ્રારંભ કરાવશે

રાષ્ટ્રીય એકતા ના સામૂહિક શપથ પણ મુખ્યમંત્રી આવતી કાલે લેવડાવશે

અમદાવાદ : મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી લોહ પુરુષ સરદાર વલ્લભ ભાઈ પટેલ ની જન્મ જ્યંતી ૩૧ ઑક્ટોબર ગુરૂવારે સવારે ૭ વાગ્યે અમદાવાદમાં શાહીબાગ પોલીસ સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય એકતા માટે ની દોડ  રન ફોર  યુનિટી નો પ્રારંભ કરાવશે

                સરદાર સાહેબ ની જન્મ જ્યંતી ને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવા ના ભાગરૂપે રાષ્ટ્રીય એકતા ના સામૂહિક શપથ પણ મુખ્યમંત્રી આવતી કાલે લેવડાવશે

આ અવસરે પોલીસ દળ દ્વારા રાષ્ટ્રીય એકતા પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે

સરદાર પટેલ જન્મ જ્યંતી ના ઉપલક્ષ્ય માં રાજ્ય ના જિલ્લાથકોએ  પણ રન ફોર યુનિટી અને  રાષ્ટ્રીય એકતા ના સામૂહિક શપથ ના કાર્યક્રમો  યોજાવાના છે

(10:05 pm IST)