Gujarati News

Gujarati News

News of Wednesday, 31st October 2018

ગુજરાત હાઇકોર્ટમાં ચોથા વર્ગની ભરતી માટે ઓનલાઇન અરજીઓ મંગાવાઇ

ગુજરાત હાઈકોર્ટમાં ચોથા વર્ગની ભરતી માટે આવેદન મંગાવવામાં આવ્યાં છે. માટે માત્ર ઓનલાઈન આવેદન સ્વીકારવામાં આવશે. પદ માટે ઈન્ટરવ્યૂ 17 ફેબ્રુઆરી 2019ના રોજ લેવામાં આવશે. આવેદન ગુજરાત હાઈકર્ટની વેબસાઈટ www.gujarathighcourt.nic.inથી કરવામાં આવશે.

ઓફિશિયલ નોટીફિકેશન

આવેદન 1 નવેમ્બર બપોરે 12 કલાકથી 30 નવેમ્બર રાતે 11.59 વાગ્યા સુધી કરી શકો છો. ગુજરાત હાઈકોર્ટનું ઓફિશિયલ નોટિફિકેશન જોવા માટે તમે

http://www.gujarathighcourt.nic.in/hccms/sites/default/files/Recruitment_files/CRP3_PEON_DETAILED_ADVERTISEMENT_29102018.pdf લિંક પર ક્લિક કરી શકો છો.

મહત્વની તારીખો

ઓનલાઈન અરજી કરવાની તારીખ        

1 નવેમ્બર 2018, બપોરે 12 કલાકે

ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ           30 નવેમ્બર 2018

એપ્લીકેશન ફી જમા કરાવવાની અંતિમ તારીખ     30 નવેમ્બર 2018

ઈન્ટરવ્યૂની તારીખ                                              17 ફેબ્રુઆરી 2018

જગ્યાઓ

જનરલ                                                                                           653

એસસી                                                                                 73

એસટી                                                                                157

સા.શૈ.પછાત વર્ગ                                                                   266

કુલ                                                                                        1149

(6:16 pm IST)